શોધખોળ કરો
હવે જમ્મુ-કાશ્મીરમાં દેશનો કોઇપણ વ્યક્તિ જમીન ખરીદી શકશે, સરકારે બહાર પાડ્યુ જાહેરનામુ
ઉલ્લેખનીય છે કે, આ પહેલા જમ્મુ-કાશ્મીરમાં ફક્ત ત્યાના નિવાસી જ જમીન ખરીદી -વેચામ કરી શકતા હતા, પરંતુ હવે બહારથી આવનારા લોકો પણ જમીન ખરીદીને ત્યાં પોતાનુ કામ શરૂ કરી શકે છે
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં હવે દેશનો કોઇપણ વ્યક્તિ જમીન ખરીદી શકે છે, અને ત્યાં વસી શકે છે. ગૃહ મંત્રાલય દ્વારા મંગળવારે આ અંતર્ગત નવુ નૉટિફિકેશન જાહેર કરવામાં આવ્યુ છે. જોકે હજુ ખેતીની જમીનને લઇને રોક યથાવત જ છે.
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા અનુસાર, અમે ઇચ્છીએછીએ કે બહારની ઇન્ડસ્ટ્રી જમ્મુ-કાશ્મીરમાં આવે, એટલે ઇન્ડસ્ટ્રીયલ લેન્ડમાં ઇન્વેસ્ટની જરૂર છે. પરંતુ ખેતીની જમીન માત્ર રાજ્યના લોકો માટે જ રહેશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા જમ્મુ-કાશ્મીરમાં ફક્ત ત્યાના નિવાસી જ જમીન ખરીદી -વેચામ કરી શકતા હતા, પરંતુ હવે બહારથી આવનારા લોકો પણ જમીન ખરીદીને ત્યાં પોતાનુ કામ શરૂ કરી શકે છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ફેંસલો જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ અંતર્ગત લીધો છે, જે અંતર્ગત કોઇપણ ભારતીય હવે જમ્મ-કાશ્મીરમાં ફેક્ટરી, ઘર કે દુકાન માટે જમીન ખરીદી શકે છે. આ માટે કોઇપણ પ્રકારના સ્થાનિક નિવાસી હોવાનો સબૂત આપવાની જરૂર નહીં પડે.
ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરને ગયા વર્ષે જ કલમ 370થી મુક્ત કરી દેવામાં આવ્યુ છે. ત્યાર બાદ 31 ઓક્ટોબર 2019એ જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો હતો. હવે કેન્દ્ર શાસિત પ્રદેશ થયાના એક વર્ષ પુરુ થવા પર જમીન કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement