શોધખોળ કરો
Advertisement
Coronavirusથી ભારતના લોકોને બચાવવા મોદી સરકારે લીધા આ 10 મોટા પગલા, જુઓ લિસ્ટ.......
ઉલ્લેખનીય છે કે, હાલ ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 74 પહોંચી ગઇ છે
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનો ડર લોકોમાં સતત વધી રહ્યો છે. કોરોના વાયરસથી દેસમાં પહેલુ મોત થયાની પુષ્ટિ થઇ છે. કર્નાટકના કુલબુર્ગીમાં કોરોના વાયરસથી સંક્રમિત 76 વર્ષીય બુઝુર્ગએ જીવ ગુમાવ્યો છે. હવે આ ઘટનાને ધ્યાનમાં રાખીને લોકોને બચાવવા માટે મોદી સરકારે કેટલાક પગલાં ભર્યા છે.
ઉલ્લેખનીય છે કે, હાલ ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 74 પહોંચી ગઇ છે.
કોરોના વાયરસથી બચાવવા માટે સરકારે શું શું પગલાં ભર્યા.....
- પીએમ નરેન્દ્ર મોદીએ ગ્રુપ ઓફ મિનિસ્ટરનુ ગઠન કર્યુ છે
- આ ગ્રુપમાં સ્વાસ્થ્ય મંત્રી, વિદેશ મંત્રી, ઉડ્ડયન મંત્રી, ગૃહ મંત્રી, રસાયન મંત્રી અને વાહન પરિવહન મંત્રી સામેલ છે
- કોરોનાની તપાસ માટે દેશભરમાં 54 ટેસ્ટ સેન્ટર
- દિલ્હીના સફદરગંજ, RML હૉસ્પીટલ, ITBP ના કેમ્પોમાં આઇસૉલેશન સેન્ટર
- વિદેશમાંથી આવતા લોકોના 15 એપ્રિલ સુધી વિઝા સસ્પેન્ડ
- ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઇન્ડિયા કાર્ડ ધારકોને મળી રહેલી સુવિધા પણ 15 એપ્રિલ સુધી બંધ
- 15 ફેબ્રુઆરી બાદ ભારત આવેલા બધા યાત્રી 14 દિવસ આઇસૉલેશનમાં રહેશે
- ચીન, ઇટાલી, દક્ષિણ કોરિયા, ઇરાન, ફ્રાન્સ, સ્પેન, જર્મનીની યાત્રા ના કરવાની અપીલ
- 30 એરપોર્ટ પર યુનિવર્સલ સ્ક્રીનિંગ
- એરપોર્ટ પર અત્યાર સુધી 11 લાખ 14 હજાર 25 (11,14,025) લોકોનુ સ્ક્રીનિંગ
શું છે કોરોના વાયરસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ભારતમાં અત્યાર સુધીમાં 5 મામલા સામે આવ્યા છે. આ વાયરસ જાનવરોથી માણસોમાં ફેલાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગોનાઇઝેશન અનુસાર, આ વાયરસ સી-ફૂડ સાથે સંકળાયેલો છે અને તેની શરૂઆત ચીનના હુવેઈ પ્રાંતના વુહાન શહેરના એક સી-ફૂડ માર્કેટથી થઈ હોવાનું માનવામાં આવે છે. ડબલ્યૂએચઓના જણાવ્યા મુજબ, આ વાયરસ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પણ ફેલાઈ શકે છે. આ સંજોગોમાં કેટલીક વાતોનું ધ્યાન રાખવાથી વાયરસથી બચી શકાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion