(Source: ECI/ABP News/ABP Majha)
Modi Govt Nine Year: મોદી સરકારના નવ વર્ષ પુરા થવા પર કોગ્રેસે ગણાવી ખામીઓ, કહ્યુ- 'આ નિષ્ફળતાના નવ વર્ષ...'
કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કરવામાં આવ્યું છે, જેમાં મોદી સરકારના નવ વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Modi Govt Nine Year: મોદી સરકારે આજે કેન્દ્રમાં પોતાના 9 વર્ષ પૂર્ણ કર્યા છે. આ અવસર પર સરકાર પોતાની સિદ્ધિઓ ગણાવી રહી છે. છેલ્લા 9 વર્ષમાં સરકારે કેવી રીતે મોટા નિર્ણયો લીધા અને લોકો માટે શું કર્યું તેની વાતો ભાજપ કરી રહ્યું છે તો બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ દ્વારા તેને 9 વર્ષની નિષ્ફળતા ગણાવવામાં આવી રહી છે.
आज मोदी सरकार को 9 साल हो गए। ये 'नाकामी के 9 साल' हैं। देश की बदहाली के 9 साल हैं।
— Congress (@INCIndia) May 26, 2023
इन 9 वर्षों में लोगों को महंगाई, बेरोजगारी और तानाशाही फैसलों की मार झेलनी पड़ी।
जुमलों के दम पर सत्ता में आई मोदी सरकार ने अपना एक भी वादा पूरा नहीं किया। बस तारीख पर तारीख देते रहे।
जैसे-
•…
કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કરવામાં આવ્યું છે, જેમાં મોદી સરકારના નવ વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે બેરોજગારીથી લઈને મોંઘવારી અને અન્ય મુદ્દાઓ પર સરકારને ઘેરી હતી અને કહ્યું છે કે દુર્દશાના 9 વર્ષ પૂરા થઈ ગયા છે.
કોંગ્રેસે ખામીઓ ગણાવી
કોંગ્રેસે કરેલા ટ્વીટમાં લખ્યું હતું કે "આજે મોદી સરકારે 9 વર્ષ પૂરા કર્યા છે. આ 'નિષ્ફળતાના 9 વર્ષ' છે. દેશના 9 વર્ષ દુર્દશાના છે. આ 9 વર્ષમાં લોકોને મોંઘવારી, બેરોજગારી અને સરમુખત્યારશાહી નિર્ણયોનો ભોગ બનવું પડ્યું છે. જુમલાઓના દમ પર સત્તામાં આવેલી મોદી સરકારે પોતાનું એક પણ વચન પૂરું કર્યું નથી. 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા, 2022 સુધીમાં બધાને ઘર આપવાનું વચન, બ્લેક મની પાછું લાવીને 15 લાખ આપવાનું વચન, દર વર્ષે 2 કરોડ નોકરીઓનું વચન પરંતુ આ એક પણ વચન પુરા થતા નથી. તેમના જુમલા ગણવા બેસીએ તો અનેક દિવસો વીતી જાય છે.
GST થી લઇને અગ્નિવીરનો ઉલ્લેખ
કોંગ્રેસે કહ્યું હતું કે પીએમ મોદીએ પોતાના વચનો પુરા કર્યા નથી. તેમણે પોતાની અજ્ઞાનતાના કારણે દેશને મુશ્કેલીમાં મૂક્યો હતો. નોટબંધીએ અર્થવ્યવસ્થાને બરબાદ કરી દીધી. લોકો બેંકની લાઈનોમાં મોતને ભેટ્યા હતા. ગબ્બર સિંહ ટેક્સ (જીએસટી)ના કારણે વેપારીઓ પરેશાન છે. તેનો વિરોધ થાય છે પરંતુ સાંભળનારા મોરને દાણા આપવામાં વ્યસ્ત હોય તો શું થાય. અગ્નિવીરના નિર્ણયે યુવાનોના સપનાઓને તોડી નાખ્યા. જ્યારે તેમણે વિરોધ કર્યો તો તેને ધમકી આપવામાં આવી કે તેનું ભવિષ્ય બરબાદ થઈ જશે. હા, ધમકીઓ આપવામાં આવી. મોદી સરકાર જનતાને ડરાવી-ધમકાવીને, સત્તા ખરીદીને, મિત્રોને બધું વેચીને મોજ માણવાની ફોર્મ્યુલા પર ચાલી રહી છે.
ED-CBIનો ડર
મોદી સરકારના 9 વર્ષ પૂરા થવા પર કોંગ્રેસે લખ્યું હતું કે જેણે પણ અવાજ ઉઠાવ્યો તેને દબાવી દેવામાં આવે છે. તેને કચડી નાખો, જેલમાં નાખો, બુલડોઝર ચલાવો, ED, CBIનો ડર બતાવો. જો સરકાર ના બને તો પૈસાના જોરે સત્તા ખરીદો અને લોકશાહીને મારી નાખો. દેશના બંદરો, એરપોર્ટ, મોટા પ્રોજેક્ટ 'મિત્ર'ને વેચી દો અને આરામથી 'મિત્ર કાળ'માં મોંઘા મશરૂમ ખાતા રહો, ફોટા ક્લિક કરતા રહો. આ સરકારમાં મીડિયાની ભૂમિકા પણ મહત્વની છે. સવારથી સાંજ સુધી પ્રચાર ચાલે છે. એક મહાપુરુષની નકલી ઈમેજ બનાવવામાં આવે છે અને અંતે મહાપુરુષ 'લાલ શર્ટ' પહેરીને ચીનને લલચાવતા જોવા મળે છે.
ચીનની આક્રમકતાનો ઉલ્લેખ કર્યો
ચીનનો ઉલ્લેખ કરીને કોંગ્રેસે લખ્યું હતું કે બધાને યાદ જ હશે. ચીનને લાલ આંખ બતાવવાની વાત થઈ હતી. આખરે મામલો લાલ શર્ટ સુધી પહોંચ્યો હતો. આજે ચીન આપણને આપણી જમીન પર પેટ્રોલિંગ કરતા અટકાવી રહ્યું છે. આપણા બહાદુર સૈનિકોએ પણ આ માટે શહીદી વહોરી છે અને અંતે 'મહાન પુરુષ'એ લાલ શર્ટ પહેરીને ચીનને લલચાવવાનું શરૂ કર્યું. આ તેમની કાયરતા છે.
‘જનતા યોગ્ય જવાબ આપે છે’
કોંગ્રેસે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે તેમની નિષ્ફળતાની વાતો ઘણી છે. આમ તો ઘણા પુસ્તકો લખાયા હશે, પરંતુ તેમ છતાં પણ ઘણી બધી બાબતો બાકી રહી જશે. આ 'નિષ્ફળતાના 9 વર્ષ' છે. હવે લોકો તેમનાથી કંટાળી ગયા છે. કર્ણાટકની ચૂંટણી તેનો પુરાવો છે, જ્યાં જનતાએ પીએમ મોદી અને તેમની ભ્રષ્ટ સરકારને સીધી રીતે નકારી કાઢી હતી. અસંતોષની આ લહેર દક્ષિણથી શરૂ થઈ છે, જે સમગ્ર દેશને પોતાનામાં સમાવી લેશે. જનતા રાહ જોઈ રહી છે અને યોગ્ય જવાબ આપશે.