શોધખોળ કરો

ટુ વ્હીલરના માલિકો માટે ખરાબ સમાચારઃ જાણો, મોદી સરકારે શું કરી મોટી જાહેરાત?

કેન્દ્ર સરકારે 15 વર્ષ જૂના વાહનોના નવા રજીસ્ટ્રેશન માટે લેવામાં આવતી ફીમાં આઠ ગણો વધારો કર્યો છે. હવે આવતા વર્ષે એપ્રિલથી જૂના વાહનોના નવા રજીસ્ટ્રેશન માટે 5000 રૂપિયા ચૂકવવા પડશે.

નવી દિલ્લીઃ દેશના ટુ વ્હીલર માલિકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રની મોદી સરકારે ટુ વ્હીલરને લઈને મોટો નિર્ણય લીધો છે, જેની સીધી અસર ટુ વ્હીલરના માલિકોને થવાની છે. કેન્દ્ર સરકારે 15 વર્ષ જૂના વાહનોના રજીસ્ટ્રેશનની રિન્યૂઅલ (renewal of registration) ફીને લઈને  મોટી જાહેરાત કરી છે. હકીકતમાં, કેન્દ્ર સરકારે 15 વર્ષ જૂના વાહનોના નવા રજીસ્ટ્રેશન માટે લેવામાં આવતી ફીમાં આઠ ગણો વધારો કર્યો છે. કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ, હવે આવતા વર્ષે એપ્રિલથી જૂના વાહનોના નવા રજીસ્ટ્રેશન માટે 5000 રૂપિયા ચૂકવવા પડશે, જે જૂની કિંમત કરતા લગભગ 8 ગણા વધારે છે. માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે સોમવારે એક નોટિફિકેશન બહાર પાડીને આગામી વર્ષથી નવી વ્યવસ્થા અમલમાં મુકી છે.

8 ગણી ફી ચૂકવવી પડશે

જૂના વાહનોના નવીકરણ અંગે કેન્દ્ર સરકારે કરેલી જાહેરાત, અને નોંધણી માટેની ફીમાં આઠ ગણો વધારો કર્યો છે, તે નવો નિયમ રાષ્ટ્રીય વાહન જંક નીતિનો ભાગ છે. આ નોટિફિકેશન અનુસાર, 15 વર્ષથી વધુ જૂના વાહનોના ફિટનેસ સર્ટિફિકેટના રિન્યુઅલ માટે હવે પહેલા કરતા આઠ ગણી વધુ ફી ચૂકવવી પડશે.

આટલી હશે ફી

સરકારે જૂના વાહનોના નવીકરણ માટે બનાવેલા નવા નિયમની સૂચના મુજબ, 15 વર્ષ જૂની કારના રજીસ્ટ્રેશનના નવીકરણ માટે, 600 ને બદલે 5000 રૂપિયા, બાઇક માટે 300 ને બદલે 1,000 રૂપિયા, બસ અથવા ટ્રક માટે 1500 રૂપિયાને બદલે 12,500 રૂપિયા ચાર્જ લાગુ પડે છે.

દિલ્હી-એનસીઆરમાં લાગુ થશે નહીં

કેન્દ્ર સરકારે બનાવેલો આ નવો નિયમ દિલ્હી-એનસીઆરમાં રહેતા વાહન માલિકોને લાગુ પડશે નહીં. વાસ્તવમાં, દિલ્હીમાં 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી જૂનાં પેટ્રોલ વાહનો પર પહેલેથી જ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

આ સિવાય સરકારે બનાવેલા આ નિયમોમાં રજિસ્ટ્રેશન કાર્ડ સ્માર્ટ કાર્ડ જેવું હશે, જેના માટે 200 રૂપિયાની વધારાની ફી ચૂકવવી પડશે. સરકારે બનાવેલા આ નિયમો 1 એપ્રિલ 2022 થી અમલમાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Embed widget