શોધખોળ કરો

સંઘના કાર્યક્રમમાં પ્રવણ મુખર્જીના આવવા પર વિવાદ અયોગ્ય, સંઘ લોકતાંત્રિક સંગઠન છે: RSS પ્રમુખ મોહન ભાગવત

નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘ શિક્ષા વર્ગના સમાપન સમારોહમાં સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે સંઘને સંપૂર્ણ સમાજનું સંગઠન કરવાનું છે. તેથી સંઘ માટે કોઈ પારકું નથી. પ્રવણ મુખર્જીને લઇને મોહન ભાગવતે કહ્યું અમે દર વર્ષે દેશના સન્માનીય લોકોને આમંત્રિત કરીએ છીએ. પરંતુ આ કાર્યક્રમ પર કંઇક વિશેષ ચર્ચા ચાલી. પ્રવણ મુખર્જીના આ કાર્યક્રમમાં આવવાથી તેના પર વિવાદ યોગ્ય નથી. સંઘ લોકતાંત્રિક સંગઠન છે. મોહન ભાગવતે કહ્યું, "પ્રણવ મુખરજીથી અમે પરિચિત થયા છીએ. સમગ્ર દેશના લોકો તેમને પહેલેથી જ ઓળખે છે. ખૂબજ જ્ઞાન અને અનુભવ સમૃદ્ધ આદરણીય વ્યક્તિત્વ અમારી સાથે છે. અમે સહજ રૂપથી તેમને આમંત્રણ આપ્યું. આ કાર્યક્રમની પક્ષ અને વિપક્ષમાં જે ચર્ચા થઇ છે તેનો કોઈ મતલબ નથી. સંઘ સંઘ છે અને પ્રવણ મુખર્જી પ્રવણ મુખર્જી રહેશે. હિંદુ સમાજમાં એક અલગ પ્રભાવી સંગઠન ઊભું કરવા માટે સંઘ નથી. સંઘ સંપૂર્ણ સમાજને ઊભું કરવા માટે છે. વિવિધતામાં એકતા હજારો વર્ષોથી પરંપરા રહી છે. આપણે અહીં જન્મ લીધો એટલે ભારતવાસી નથી. આ માત્ર નાગરિકતાની વાત નથી. ભારતની ધરતી પર જન્મેલો દરેક વ્યક્તિ ભારત પુત્ર છે." ભાગવતે કહ્યું, કોઈ રાષ્ટ્રનું ભાગ્ય બનાવનાર વ્યક્તિ, વિચાર, સરકાર નથી હોતી. સરકાર ઘણું કરી શકે છે, પરંતુ બધું જ નથી કરી શકતી. દેશનો સમાજ પોતાનો ભેદ ભૂલીને, સ્વાર્થને તિલાંજલિ આપીને દેશ માટે પુરૂષાર્થ કરવા માટે તૈયાર થાય છે તો તમામ નેતા, દરેક વિચાર સમૂહ તે અભિયાનનો ભાગ બને છે અને ત્યારે જ દેશ બદલાય છે." સરકાર ઘણું બધું કરી શકે છે પરંતુ બધું જ નથી કરી શકતી. સામાન્ય સમાજને જ્યાં સુધી જાગૃત નહીં કરવામાં આવે ત્યાં સુધી દેશની હાલત નહીં સુધરે. સ્વતંત્રા પહેલા તમામ મહાપુરષોને સ્વતંત્રતાની ચિંતા હતી. સંઘના વિરોધીઓને સંદેશ આપતા મોહન ભાગવતે કહ્યું, આરએસએસ લોકતાંત્રિક સંગઠન છે, સંઘ બધાને જોડનારું છે. સંગઠિત સમાજ દેશ બદલી શકે છે. બધા વિવિધતાઓનું સન્માન કરે છે. સનાતન પરંપરાને બળ આપવાનું કામ કરવું જોઇએ.

ટોપ સ્ટોરી

RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?
RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
"આગ, આગ..." હવામાં ઇન્ડિગો ફ્લાઇટમાં ધુમાડો ફેલાયો: મુસાફરોમાં ચીસાચીસ, જુઓ Video
8મું પગાર પંચ: 4.38 ફિટમેન્ટ ફેક્ટર અને 5% ઇન્ક્રીમેન્ટની માંગ, કેટલો વધશે પગાર?
8મું પગાર પંચ: 4.38 ફિટમેન્ટ ફેક્ટર અને 5% ઇન્ક્રીમેન્ટની માંગ, કેટલો વધશે પગાર?

વિડિઓઝ

Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી
Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
Embed widget