શોધખોળ કરો

ચોમાસું ક્યાં અટક્યું? 23 જૂન સુધી આ રાજ્યોમાં રાહ જોવી પડશે, જુઓ લેટેસ્ટ હવામાન અપડેટ

દેશના ઘણા ભાગોમાં ચોમાસું અટવાતા લોકો ગરમીથી ત્રસ્ત છે. નોર્થ-ઈસ્ટમાં ભારે વરસાદ ચાલુ છે, જ્યારે ઉત્તર ભારતમાં હજુ પણ આકરી ગરમીનો પ્રકોપ ચાલુ છે. દિલ્હીમાં વરસાદ અને પવનથી આંશિક રાહત મળશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દેશના ઉત્તર-પૂર્વમાં ભારે વરસાદ; મધ્ય ભારતમાં કાળઝાળ ગરમી.
  • ચોમાસું હૈદરાબાદ-રાંચી સુધી પહોંચ્યું, ઉત્તરમાં આગળ વધતું નથી.
  • 23 જૂન આસપાસ પૂર્વીય, મધ્ય રાજ્યોમાં ચોમાસું આવશે.
  • દિલ્હીમાં વરસાદની રાહત; યુપીમાં ગરમી સાથે છૂટાછવાયા વરસાદ.

monsoon update today 2026: દેશભરમાં હવામાનનો મિજાજ હાલમાં કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. એક તરફ નોર્થ-ઈસ્ટ (ઉત્તર-પૂર્વ)ના રાજ્યોમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે, તો બીજી તરફ યુપી, દિલ્હી અને મધ્ય ભારતના ઘણા રાજ્યો હજુ પણ કાળઝાળ ગરમી અને બફારાનો સામનો કરી રહ્યા છે. ચોમાસાની ગતિ ધીમી પડતા હવે તેલંગાણા, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાં 23 જૂનની આસપાસ ચોમાસું બેસવાની શક્યતા છે. આ દરમિયાન દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં લોકોને હીટવેવની સાથે-સાથે છૂટાછવાયા વરસાદની એટલે કે ડબલ ઋતુનો અનુભવ થશે.

ક્યાં પહોંચ્યું અને ક્યાં અટક્યું ચોમાસું?

હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા મુજબ, અત્યારે ચોમાસાની લાઇન હરનાઈ, સોલાપુર, હૈદરાબાદથી લઈને રાંચી અને મુઝફ્ફરપુર સુધી પહોંચી છે. પંજાબથી બિહાર સુધી એક વેધર ટ્રફ બની છે અને ઉત્તર પાકિસ્તાન બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. ઉત્તર-પશ્ચિમ યુપીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સર્જાયું છે.

આ બધા કારણોસર ઉત્તર ભારતમાં ચોમાસાને આગળ વધવા માટે જે સાનુકૂળ વાતાવરણ જોઈએ તે હજુ બન્યું નથી. પરિણામે તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના લોકોએ હજુ વરસાદ માટે થોડી રાહ જોવી પડશે.

વરસાદ અને હીટવેવની આગાહી

હવામાન વિભાગની આગાહી છે કે આગામી 4 થી 5 દિવસમાં સ્થિતિ બદલાઈ શકે છે અને 23 જૂન આસપાસ પૂર્વીય અને મધ્ય રાજ્યોમાં ચોમાસું એન્ટ્રી લઈ શકે છે.

ભારે વરસાદ: ઉત્તર-પૂર્વ ભારત, સિક્કિમ અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં આ અઠવાડિયે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

હીટવેવ (લૂ) નું એલર્ટ: જ્યાં ચોમાસું હજુ નથી પહોંચ્યું ત્યાં કાળઝાળ ગરમી ચાલુ રહેશે. મધ્યપ્રદેશમાં 21 જૂન સુધી, વિદર્ભમાં 20 જૂન સુધી, તેલંગાણામાં 19 જૂન સુધી અને છત્તીસગઢમાં 17 જૂન સુધી ગરમીની ચેતવણી જારી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આજે 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ચોમાસું ક્યારે બેસશે?

દિલ્હીવાસીઓને ગરમીમાંથી મળશે રાહત

દિલ્હીમાં ભલે હજુ ચોમાસું નથી પહોંચ્યું, પણ આગામી દિવસોમાં લોકોને ગરમીમાંથી ચોક્કસ રાહત મળશે.

17-18 જૂન: વાદળછાયું વાતાવરણ રહેશે અને 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે હળવો વરસાદ પડી શકે છે. તાપમાન 37 થી 39 ડિગ્રી રહેશે.

19-20 જૂન: 19 જૂને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જ્યારે 20 જૂને બપોર કે સાંજ પછી 40 થી 60 કિમી પ્રતિ કલાકની સ્પીડે જોરદાર પવન ફૂંકાવા સાથે ભારે વરસાદની આગાહી છે.

ઉત્તર પ્રદેશમાં ડબલ એલર્ટ

યુપીના લોકોને હજુ કાળઝાળ ગરમી અને બફારો સહન કરવો પડશે.

પશ્ચિમ યુપી: 17 થી 19 જૂન અને 23 જૂને કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. પરંતુ 19 થી 22 જૂન સુધી હીટવેવનો પ્રકોપ પણ જોવા મળશે.

પૂર્વ યુપી: અહીં 17 થી 19 અને 22-23 જૂને હળવો વરસાદ થવાની ધારણા છે. જ્યારે 17 થી 22 જૂન સળંગ હીટવેવ (લૂ) ની ચેતવણી આપવામાં આવી છે. ચોમાસાના વિલંબને કારણે ગરમી અને ભેજ લોકોને હેરાન કરશે.

આ પણ વાંચોઃ ચોમાસાની ધીમી ચાલથી ખેડૂતોની ચિંતા વધી: જૂનમાં 35% ઓછો વરસાદ, જાણો ક્યારે મળશે મોટી રાહત

Frequently Asked Questions

ચોમાસું હાલ ક્યાં પહોંચ્યું છે?

હવામાન વિભાગ મુજબ, ચોમાસાની લાઇન હરનાઈ, સોલાપુર, હૈદરાબાદથી લઈને રાંચી અને મુઝફ્ફરપુર સુધી પહોંચી છે. ઉત્તર ભારતમાં હજુ સાનુકૂળ વાતાવરણ બન્યું નથી.

તેલંગાણા, બિહાર અને ઝારખંડમાં ચોમાસું ક્યારે આવશે?

આ રાજ્યોમાં 23 જૂનની આસપાસ ચોમાસું બેસવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 4 થી 5 દિવસમાં સ્થિતિ બદલાવાની આગાહી કરી છે.

દિલ્હીમાં ગરમીમાંથી ક્યારે રાહત મળશે અને કેવો વરસાદ રહેશે?

દિલ્હીમાં 17-18 જૂને હળવો વરસાદ અને 19-20 જૂને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. 20 જૂને ભારે પવન ફૂંકાતા ગરમીમાંથી રાહત મળશે.

ઉત્તર પ્રદેશમાં કેવું હવામાન જોવા મળશે?

યુપીમાં ડબલ એલર્ટ છે; કેટલાક વિસ્તારોમાં 17-19 અને 22-23 જૂને હળવો વરસાદ થશે, જ્યારે 17-22 જૂન સુધી હીટવેવનો પ્રકોપ પણ રહેશે.

Advertisement

ટોપ સ્ટોરી

મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
Advertisement

વિડિઓઝ

Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન
Gujarat Rain Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Embed widget