શોધખોળ કરો

ગુજરાતમાં આજે 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ચોમાસું ક્યારે બેસશે?

gujarat rain news: ગુજરાતમાં 15 જૂનની ઓફિશિયલ તારીખ વિતવા છતાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી ન થતા ચિંતા, આજે નવસારીમાં પવન સાથે વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં ૧૫ જૂન છતાં ચોમાસાનો હજુ સત્તાવાર પ્રવેશ નથી.
  • અલનીનોના કારણે ચોમાસું મોડું, ઓછો વરસાદ સંભવ.
  • આગામી ૭ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા ઓછી.
  • નવસારી સહિત કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદી ઝાપટું નોંધાયું.

gujarat rain news: ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થઈ જતું હોય છે અને 30 જૂન સુધીમાં તો આખું રાજ્ય વરસાદથી કવર થઈ જાય છે, પરંતુ આ વર્ષે 15 જૂન વિતી ગઈ હોવા છતાં હજુ સુધી રાજ્યમાં ચોમાસાની ઓફિશિયલ એન્ટ્રી થઈ નથી જેના કારણે ચિંતા વધી છે. હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે, ચોમાસું ગત 8 જૂનથી પશ્ચિમી તટ પર એક જ જગ્યાએ સ્થિર છે, જેના કારણે તેને મુંબઈ પહોંચવામાં હજુ બીજા 7થી 8 દિવસ જેટલો સમય લાગી શકે છે. જોકે, આ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના અને અન્ય કેટલાક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવો વરસાદ ચાલુ રહેશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ માટે ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું કોઈ મોટું એલર્ટ નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આજે 17 જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે. જ્યારે આવતીકાલે 18 જૂનના રોજ અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે અને બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે.

આ આગાહી વચ્ચે આજે 17 જૂને સવારે નવસારી શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. શહેરના પૂર્વ વિસ્તારો જેવા કે સર્કિટ હાઉસ અને ડેપા સહિતની આસપાસની જગ્યાઓમાં પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. આ ઝાપટાના કારણે ગરમીથી પરેશાન લોકોને થોડી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને સામાન્ય નાગરિકો અત્યારે ચોમાસાના વાવણી લાયક સારા વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ ચોમાસાની ધીમી ચાલથી ખેડૂતોની ચિંતા વધી: જૂનમાં 35% ઓછો વરસાદ, જાણો ક્યારે મળશે મોટી રાહત

જો છેલ્લા બે વર્ષના આંકડા પર નજર કરીએ તો, વર્ષ 2025માં ચોમાસું 16 જૂને બેઠું હતું, જ્યારે વર્ષ 2024માં તે 3 દિવસ વહેલું એટલે કે 12 જૂને જ આવી ગયું હતું. આ વર્ષે ચોમાસું મોડું પડવા પાછળ 'અલનીનો' જવાબદાર માનવામાં આવી રહ્યો છે. હવામાન વિભાગ (IMD)ના લોંગ રેન્જ પૂર્વાનુમાન મુજબ, અલનીનોની સ્થિતિ વધુ મજબૂત થઈ રહી હોવાથી આ વખતે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતા છે.

દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢ તરફ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ એકદમ સાનુકૂળ છે. જોકે, ગુજરાતમાં અત્યારે નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં મોટો ભાગે હવામાન સૂકું રહ્યું છે અને તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. આગામી 7 દિવસ સુધી પણ તાપમાન આવું જ રહેવાની ધારણા છે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાનઃ 17 જૂને દેશના 21 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો ગુજરાતમાં ક્યારે મેઘમેહર?

Frequently Asked Questions

આ વર્ષે ગુજરાતમાં ચોમાસું શા માટે મોડું પડ્યું છે?

ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન સુધીમાં ચોમાસું આવી જાય છે, પરંતુ આ વર્ષે 'અલનીનો'ના કારણે તેના આગમનમાં વિલંબ થયો છે. તેનાથી સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગ મુજબ આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની શું આગાહી છે?

હવામાન વિભાગના મતે આગામી 7 દિવસ માટે ભારે વરસાદનું કોઈ મોટું એલર્ટ નથી. જોકે, કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

સ્કાયમેટ અનુસાર મુંબઈમાં ચોમાસું ક્યારે પહોંચવાની શક્યતા છે?

સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે, ચોમાસું પશ્ચિમી તટ પર સ્થિર હોવાથી તેને મુંબઈ પહોંચવામાં હજુ 7 થી 8 દિવસ જેટલો સમય લાગી શકે છે.

17 જૂનના રોજ ગુજરાતના કયા શહેરમાં વરસાદ નોંધાયો હતો?

17 જૂનના રોજ સવારે નવસારી શહેરના પૂર્વ વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

Advertisement

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Embed widget