(Source: ECI/ABP News/ABP Majha)
Sarvesh Singh Passes Away: મતદાન બાદ બીજેપી ઉમેદવારનું નિધન, શું હવે ફરીથી કરવામાં આવશે ચૂંટણી?
kunwar Sarvesh Singh Death News: ઉત્તર પ્રદેશની મુરાદાબાદ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર કુંવર સર્વેશ સિંહનું દિલ્હી AIIMSમાં સારવાર દરમિયાન અવસાન થયું છે. ભાજપના ઉમેદવાર સર્વેશ સિંહ લાંબા સમયથી બીમાર હતા.
kunwar Sarvesh Singh Death News: ઉત્તર પ્રદેશની મુરાદાબાદ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર કુંવર સર્વેશ સિંહનું દિલ્હી AIIMSમાં સારવાર દરમિયાન અવસાન થયું છે. ભાજપના ઉમેદવાર સર્વેશ સિંહ લાંબા સમયથી બીમાર હતા અને ચૂંટણી પહેલા પણ તેઓ લગભગ દોઢ મહિના સુધી એમ્સમાં દાખલ હતા. સર્વેશ સિંહના નિધન બાદ દરેકના મનમાં એક પ્રશ્ન છે કે આ બેઠક પર ફરીથી ચૂંટણી થશે કે કેમ? આ સમાચારમાં જાણો મુરાદાબાદ સીટ પર ફરીથી ચૂંટણી થશે કે નહીં.
તમને જણાવી દઈએ કે મુરાદાબાદમાં 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થયું છે અને પરિણામ 4 જૂને આવશે. જો પરિણામોમાં ભાજપનો ઉમેદવાર જીતશે તો મુરાદાબાદમાં પેટાચૂંટણી યોજાશે, પરંતુ જો અહીંથી ભાજપ સિવાય અન્ય કોઈ ઉમેદવાર ચૂંટણી જીતશે તો તે સાંસદ બનશે. આ સીટ પર સમાજવાદી પાર્ટીની રૂચી વીરાનો સામનો સર્વેશ સિંહ સાથે છે. મૃત્યુના એક દિવસ પહેલા ગઈકાલે મુરાદાબાદમાં સંસદીય બેઠક માટે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું.
પૂર્વ સાંસદ અને ભાજપના ઉમેદવાર સર્વેશ સિંહના અંતિમ સંસ્કાર આવતીકાલે, રવિવારે (21 એપ્રિલ) બપોરે 2 વાગ્યે મુરાદાબાદના રતુપુરા ગામમાં કરવામાં આવશે. ભાજપના ઉમેદવાર સર્વેશ સિંહ મુરાદાબાદની ઠાકુરદ્વારા વિધાનસભા બેઠક પરથી પાંચ વખત ધારાસભ્ય રહ્યા હતા અને 2014માં ભાજપની ટિકિટ પર મુરાદાબાદથી સાંસદ બન્યા હતા. આ વખતે ઉમેદવારી નોંધાવ્યા બાદ તેઓ ચૂંટણી પ્રચારમાં ક્યાંય જોવા મળ્યા ન હતા. તેમની ખરાબ તબિયતને કારણે તેમના પુત્ર અને બાદપુરના ધારાસભ્ય સુશાંત સિંહે ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળી હતી.
પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું
मुरादाबाद लोकसभा सीट से भाजपा उम्मीदवार और पूर्व सांसद कुंवर सर्वेश सिंह जी के असामयिक निधन से अत्यंत दुख हुआ है। वे अपने आखिरी पल तक जनसेवा और समाजसेवा के प्रति समर्पित रहे। उनका जाना पार्टी के लिए एक अपूरणीय क्षति है। ईश्वर से प्रार्थना है कि उनके परिजनों को इस गहरे शोक को सहने…
— Narendra Modi (@narendramodi) April 20, 2024
જણાવવામાં આવી રહ્યું છે કે ગઈ કાલે મતદાન કર્યા બાદ સર્વેશ સિંહની તબિયત બગડતાં તેમને દિલ્હી AIIMSમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 71 વર્ષની વયે શનિવારે (20 એપ્રિલ) સાંજે 6:30 વાગ્યે તેમનું નિધન થયું હતું. સર્વેશ સિંહનું પૈતૃક રહેઠાણ મુરાદાબાદના રતુપુરા ગામમાં છે અને તેમના પિતા ઠાકુરદ્વારાથી ઘણી વખત ધારાસભ્ય અને એક વખત અમરોહાથી સાંસદ પણ રહી ચૂક્યા છે. ભાજપના ઉમેદવાર સર્વેશ સિંહના નિધન બાદ તેમના પરિવારના સભ્યો અને સમર્થકોમાં શોકની લહેર છે. સર્વેશ સિંહને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નજીકના માનવામાં આવતા હતા.