શોધખોળ કરો
Advertisement
અરૂણ જેટલી પંચતત્વમાં થયા વિલીન, પુત્ર રોહને આપી મુખાગ્નિ
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીનું શનિવારે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં બપોરે 12.07 કલાકે નિધન થયું હતું. આજે બપોરે 3 કલાકે રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીનું શનિવારે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં બપોરે 12.07 કલાકે નિધન થયું હતું. આજે બપોરે 3 કલાકે રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રાજનીતિ, વકીલાત, રમત ગમત અને સામાજિક ડીવનની તમામ યાદો છોડીને તેઓ પંચતત્વમાં વિલીન થઈ ગયા હતા. તેમના પુત્ર રોહને મુખાગ્નિ આપી હતી.
જેટલીના અંતિમ સંસ્કારમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ,ગૃહમંત્રી અમિત શાહ, પારીટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, રક્ષામંત્રી રાજનાથ સિંહ ઉપરાંત કોંગ્રેસ સહિત અન્ય દળોના નેતા હાજર રહ્યા હતા.અંતિમ સંસ્કાર પહેલા અરુણ જેટલીના પાર્થિવદેહને ભાજપ હેડક્વાર્ટરમાં દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. અરુણ જેટલીના પાર્થિવદેહને સેનાના ટ્રકમાં રાજકીય સન્માનની સાથે ભાજપ હેડક્વાર્ટર પહોંચાડવામાં આવ્યો હતો. જેટલીનું લાંબી બીમારી બાદ શનિવારે સવારે દિલ્હીની એઇમ્સમાં 66 વર્ષની ઉંમરે નિધન થયું હતું.Delhi: Vice-President M Venkaiah Naidu, Defence Minister Rajnath Singh and Union Home Minister Amit Shah, at Nigambodh Ghat. #ArunJaitley pic.twitter.com/uaFwJYyVyX
— ANI (@ANI) August 25, 2019
શ્વાસ લેવાની તકલીફની ફરિયાદ બાદ અરુણ જેટલીને 9 ઓગસ્ટે એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેમની તબિયત સતત બગડતી રહી અને તેમને બાદમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવા પડ્યા. જેટલીનું ગુરુવારે ડાયાલિસિસ થયું હતું. નિધન બાદ જેટલીના પાર્થિવદેહને દિલ્હીના કૈલાશ કોલોની સ્થિત તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યું હતું. જ્યાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત અનેક નેતાઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. નોટબંધી, GST સહિત આ યોજનાની જ્યારે થશે વાત, લોકો અરૂણ જેટલીને કરશે યાદ, જાણો વિગતે અરૂણ જેટલીનું ગુજરાત સાથે છે આ ખાસ કનેકશન, જાણો વિગતે જેટલીના નિધન પર બોલીવુડની આ એક્ટ્રેસ કહ્યું- મને 10 દિવસ પહેલા જ ખબર પડી ગઈ હતી, થઈ ટ્રોલDelhi: Mortal remains of former Union Minister and BJP leader #ArunJaitley being taken to Nigambodh Ghat where the cremation will take place. pic.twitter.com/w9XFaC1dWt
— ANI (@ANI) August 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement