શોધખોળ કરો
Advertisement
ઇન્સ્ટાગ્રામ પર પ્રિયંકા ચોપરા સાથે આ ખાસ મામલે નંબર-1 બન્યો કોહલી
આ વર્ષની શરૂઆતમાં પ્રિયંકા ચોપરા આ મામલે વિરાટ કોહલીથી ઘણી આગળ હતી.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ ખૂબ વધુ છે. ઇન્સ્ટાગ્રામની વાત કરવામાં આવે તો વિરાટ કોહલી થોડા સમય અગાઉ ફોલોઅર્સ મામલે ભારતીય હસ્તીઓમાં બીજા નંબર પર હતો. ત્યારે હવે કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો થનારી ભારતીય હસ્તીઓમાં બોલિવૂડ અને હોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની બરોબરી કરી દીધી છે. વિરાટ અને પ્રિયંકા ચોપરાના ઇન્સ્ટાગ્રામ પર 49.7 મિલિયન ફોલોઅર છે.
આ વર્ષની શરૂઆતમાં પ્રિયંકા ચોપરા આ મામલે વિરાટ કોહલીથી ઘણી આગળ હતી. વર્ષની શરૂઆતમાં પ્રિયંકા ચોપરાના ઇન્સ્ટાગ્રામ પર 44.6 મિલિયન ફોલોઅર હતા જ્યારે કોહલીના 41.1 મિલિયન ફોલોઅર્સ હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયમાં કોહલીના ફોલોઅરમાં ઝડપથી વધારો થયો હતો અને તે પ્રિયંકા ચોપરાની બરોબરીમાં આવી ચૂક્યો છે. આ મામલે ટોપ-10 ભારતીય હસ્તીઓમાં કોહલી એકમાત્ર ક્રિકેટર છે. ધોનીની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામ પર તેમના 19.9 મિલિયન ફોલોઅર છે. કોહલીની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માના ઇન્સ્ટાગ્રામ પર 32.5 મિલિયન લોકો ફોલો કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion