શોધખોળ કરો

તમે ફક્ત ગુજરાતના નહીં પરંતુ દેશના વડાપ્રધાન છો, કમલનાથનો મોદી પર પ્રહાર

ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મણિપુરમાં ભારે વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે લગભગ 35 જેટલા લોકોના મોત થયા છે. ગુજરાતમાં અંદાજે 9 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે મધ્યપ્રદેશમાં પણ ઝંઝાવાતી વરસાદને પગલે 14 વ્યક્તિનાં મોત થયા હોવાના અહેવાલ છે.

નવી દિલ્હી: ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મણિપુરમાં મંગળવારે થયેલા ભારે વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે લગભગ 35 જેટલા લોકોના મોત થયા હતા. જેને લઈને વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં થયેલા લોકોના મોતને લઈને દુખ વ્યક્ત કર્યું હતું. ત્યારે અન્ય રાજ્યમાં પણ થયેલી જાનહાનિને લઈને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલાથે પીએમ મોદી પર નારાજગી વ્યક્ત કરી હતી. તેઓએ પીએમ મોદી પર આક્ષેપ લગાવતા કહ્યું કે પીએમ મોદી અન્ય રાજ્યને નજરઅંદાજ કરી રહ્યાં છે, શું તેઓ માત્ર ગુજરાતના જ વડાપ્રધાન છે ? પીએમ મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર સવારે ગુજરાતમાં વાવાઝોડા અને વરસાદના કારણે થયેલા મોત પર દુખ વ્યક્ત કર્યું, તેઓએ ટ્વિટ કર્યું કે, “ અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. પ્રભાવિત લોકોને તમામ સંભવિત મદદ આપવામાં આવી રહી છે. ” તેના બાદ પ્રધાનમંત્રી કાર્યાલય(પીએમઓ)એ ટ્વિટ કરી સહાય આપવાની જાહેરાત કરી. પીએમઓએ જણાવ્યું કે, “મોદીએ ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે જીવ ગુમાવનાર લોકોના પરિવાર માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2-2 લાખ રૂપિયા આર્થિક મદદ આપવાની મંજૂરી આપી દીધી છે.” પીએમને ઈજાગ્રસ્ત લોકોને 50-50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી. વડાપ્રધાનના આ બન્ને ટ્વિટ બાદ કમલનાથે પીએમ મોદી પર અન્ય રાજ્યોને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવ્યો. તેઓએ કહ્યું કે મોદીજી, તમે દેશના વડપ્રધાન છો, માત્ર ગુજરાતના જ નથી, એમપીમાં પણ કમોસમી વરસાદ તથા વાવાઝોડાના કારણે 10 વધુ લોકોના મોત થયા છે. પરંતુ તમારી સંવેદનાઓ માત્ર ગુજરાત પૂરતી સીમિત ? ભલે અહીં તમારી પાર્ટીની સરકાર નથી પરંતુ લોકો અહીં પણ રહે છે. કમલનાથના આ ટ્વિટના એક કલાક બાદ વડાપ્રધાન મોદીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મણિપુર અને દેશના અન્ય હિસ્સામાં થયેલા જાનમાલના નુકસાન પર દુખ વ્યક્ત કર્યું અને આર્થિક મદદ આપવાની જાહેરાત કરી. ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી તબાહી, 33 લોકોના મોત, જાણો વિગતે ગુજરાતના કયા-કયા જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં અને કરાં પડ્યા, જાણો વિગત પીએમઓ એ ટ્વિટ કર્યું કે, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મણિપુર અને દેશના અન્ય ભાગમાં કમોસમી વરસાદ અને વાવાઝોડામાં જીવ ગુમાવનાર લોકો પ્રતિ દુખ વ્યક્ત કર્યું, તેઓએ કહ્યું કે કમોસમી વરસાદથી પ્રભાવિત લોકોને તત્કાળ રાહત પુરી પાડવા અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે. પીએમ મોદીએ મૃતકોના પરિવાર માટે 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
Embed widget