શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મધ્યપ્રદેશ વિધાનસભા પેટાચૂંટણીઃ કોગ્રેસે જાહેર કર્યા 15 ઉમેદવારોના નામ
મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની પેટાચૂંટણી માટે કોગ્રેસે 15 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે
![મધ્યપ્રદેશ વિધાનસભા પેટાચૂંટણીઃ કોગ્રેસે જાહેર કર્યા 15 ઉમેદવારોના નામ MP: Congress releases names of candidates for by-elections to the Legislative Assembly મધ્યપ્રદેશ વિધાનસભા પેટાચૂંટણીઃ કોગ્રેસે જાહેર કર્યા 15 ઉમેદવારોના નામ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/11215654/04.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભોપાલઃ મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની પેટાચૂંટણી માટે કોગ્રેસે 15 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પેટાચૂંટણી માટે આ કોગ્રેસની પ્રથમ યાદી છે. જેમાંથી 11 બેઠકો અનામત છે. રાજ્યમાં 27 વિધાનસભામાં પેટાચૂંટણી યોજાશે. નિયમ અનુસાર, વિધાનસભાની ખાલી બેઠકો પર છ મહિનાની અંદર ચૂંટણી કરવી પડે છે.
કોગ્રેસે દિમાની બેઠક પરથી રવિન્દ્ર સિંહ તોમર, અંબાહ બેઠક પરથી સત્યપ્રકાશ શેકરવર, ગોહદ બેઠક પરથી મેવારામ જાટવ, ગ્વાલિયર બેઠક પરથી સુનીલ શર્મા, દબરા બેઠક પરથી સુરેશ રાજેને ઉમેદવાર બનાવ્યા છે.
મધ્યપ્રદેશમાં વિધાનસભાની 230 બેઠકો છે. 27 બેઠકોમાંથી ભાજપને નવ બેઠકો જીતવાની છે અને તે 116ના બહુમતના આંકડાને પ્રાપ્ત કરી લેશે. હાલમાં ભાજપ પાસે 107 અને કોગ્રેસ પાસે 72 ધારાસભ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)