શોધખોળ કરો

પંચાયત ચૂંટણીમાં આ ગામમાં નહી થાય પ્રચાર, લોકો નહી કરે મતદાન, 44 લાખમાં 'ખરીદાયુ' સરપંચનું પદ

વાસ્તવમાં પંચાયતની ચૂંટણીમાં ગામના લોકોએ સરપંચ પદ માટે હરાજી કરાવી હતી.

ભોપાલઃ મધ્યપ્રદેશની પંચાયત ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કાની નામાંકનની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. જોકે કેટલાક પંચાયતોમાંથી એવા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં લોકતંત્રમાં બહુમતથી બોલી લાગી રહી છે. એટલે કે ચૂંટણી અગાઉ નક્કી થઇ જાય છે કે ગામના આગામી સરપંચ કોણ હશે. મધ્યપ્રદેશના અશોકનગર જિલ્લાના એક ગ્રામ પંચાયતમાં ચૂંટણી અગાઉ જ ગામના લોકોએ સરપંચની પસંદગી કરી લીધી હતી અને આ માટે લાખો રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી.

વાસ્તવમાં પંચાયતની ચૂંટણીમાં ગામના લોકોએ સરપંચ પદ માટે હરાજી કરાવી હતી. એટલે કે જે વધારે પૈસા ખર્ચ કરશે તેને સર્વસંમતિથી ગામના સરપંચ બનાવવામાં આવશે. ગામ લોકોનું કહેવું છે કે આ પૈસા ગામના વિકાસમાં ખર્ચ કરવામાં આવશે. અશોકનગર જિલ્લાના ભટોલી ગ્રામ પંચાયતમાં સરપંદના પદ માટે હરાજી કરાવાઇ હતી. અહી 44 લાખ રૂપિયાની બોલી લગાવી ગામના સોભાગસિંહ વિજયી બન્યા હતા.

વાસ્તવમાં સોભાગસિંહે 44 લાખ રૂપિયાની બોલી લગાવીને ગામના સરપંચ પદ પર પોતાનો દાવો ઠોક્યો હતો. હવે ગામના વિકાસ કાર્યોમાં આ 44 લાખ રૂપિયા ખર્ચમાં આવશે અને ગામના લોકોએ સર્વસંમતિથી ગામના સરપંચની પસંદગી કરી હતી. ગામના સરપંચ પદ માટેની હરાજી 21 લાખ રૂપિયાથી શરૂ થઇ હતી જે 44 લાખ રૂપિયા પર ખત્મ થઇ હતી. ચાર લોકો આ હરાજીમાં સામેલ થયા હતા અને અંતમાં સોભાગસિંહ વિજયી બન્યા હતા.

સોભાગસિંહે કહ્યું કે તેઓ આ પૈસાનો ઉપયોગ ગામના વિકાસ કાર્યોમાં કરશે. ગામમાં પાણી, રસ્તો અને અન્ય જે જરૂરી કામ હશે તેને પુરા કરવામાં આવશે. નોંધનીય છે કે ભટોલી ગામમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે પરંતુ તે અગાઉ ગામના લોકોએ સરપંચની પસંદગી કરી લીધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
Embed widget