Mumbai: બિપરજોય વાવાઝોડાને લઇને એલર્ટ છતાં જુહૂ બીચ પર ન્હાવા ગયેલા છ છોકરાઓ ડૂબ્યા, બેનો થયો આબાદ બચાવ
બિપરજોયના એલર્ટ બાદ સોમવારે બીચને લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.
બિપરજોય વાવાઝોડાને એલર્ટ જાહેર કર્યું હોવા છતાં 6 છોકરાઓ મુંબઈના જુહુ બીચ પર ન્હાવા ગયા હતા. દરિયાના જોરદાર મોજાના કારણે તમામ 6 છોકરાઓ ડૂબવા લાગ્યા હતા, જેમાંથી 2ને લાઈફગાર્ડે બચાવી લીધા હતા, પરંતુ ચાર છોકરાઓ દરિયાના પાણીમાં તણાઇ ગયા હતા. જેમાંથી બેના મૃતદેહ મળી આવ્યા છે. બાકીના બે છોકરાઓને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
Maharashtra | Today 6 people drowned in the sea at Juhu Beach. Out of 6 people, 2 were rescued by public members and 4 people are still missing. Search operation is in progress: Brihanmumbai Municipal Corporation
— ANI (@ANI) June 12, 2023
મળતી માહિતી મુજબ તોફાનને જોતા લોકોને દરિયા કાંઠે ન જવાની સતત ચેતવણી આપવામાં આવી રહી છે. આ પછી પણ છોકરાઓએ ચેતવણીની અવગણના કરી અને દરિયામાં ન્હાવા પડ્યા હતા. છોકરા બીચ પર પિકનિક માટે આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે આઠ છોકરાઓ પિકનિક માટે આવ્યા હતા પરતુ બે જણા દરિયામાં ન્હાવા પડ્યા નહોતા.
લાઈફગાર્ડે અંદર જવાની ના પાડી
આ ઘટના સોમવારે સાંજે 4 થી 5 વાગ્યાની વચ્ચે બની હતી. છોકરાઓ જુહુ કોલીવાડા બાજુથી જેટીમાં પ્રવેશ્યા હતા. ત્યાં તૈનાત લાઇફગાર્ડે તેમને અંદર ન જવાનો સંકેત આપ્યો હતો. ગાર્ડે રોક્યા હતા છતાં તેને અવગણીને છ છોકરાઓ દરિયામાં ન્હાવા પડ્યા હતા.
ડૂબી ગયેલા ચારેય સાંતાક્રુઝના રહેવાસી હતા
દરિયામાં ઉતરેલા છોકરાઓના નામ ધર્મેશ ભુજિયાવ (15), જય તાજભરિયા (16), મનીષ (15) અને શુભમ ભોગનિયા (16) છે. તમામ સાન્તાક્રુઝ પૂર્વના વકોલા સ્થિત દત્તા મંદિર વિસ્તારના રહેવાસી છે. જે છોકરો દરિયામાં ઉતર્યો છતાં પણ બચી ગયો તેનું નામ દીપેશ કરણ (16) છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડૂબતા સમયે તેણે ઘાટ પાસે દોરડું પકડી લીધું હતું.
બીચ લોકો માટે બંધ હતો
જે જગ્યાએ આ ઘટના બની ત્યાં ચાર લાઈફગાર્ડ તૈનાત હતા. સમગ્ર બીચ પર કુલ 12 લાઇફગાર્ડ હતા. એક ફાયર એન્જિન તેના ક્રૂ, મુંબઈ પોલીસ, BMC, લાઈફગાર્ડ્સ અને ક્વિક રિસ્પોન્સ વ્હીકલ્સ સાથે હાલમાં ઘટનાસ્થળે છે. બિપરજોયના એલર્ટ બાદ સોમવારે બીચને લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.
#WATCH | High tidal waves witnessed in Mumbai due to the impact of #CycloneBiparjoy in Arabian Sea
— ANI (@ANI) June 13, 2023
(Visuals from Worli Sea Face) pic.twitter.com/rgPcZjhFnv