શોધખોળ કરો
Advertisement
મુંબઈઃ આર્થર રોડ જેલમાં 77 કેદી અને 26 કર્મચારી કોરોના પોઝિટિવ, તમામને હોસ્પિટલમાં શિફ્ટ કરાયા
મુંબઈમાં અત્યાર સુધી કોરોનાના 11,394 કેસ સામે આવી ગયા છે અને અત્યાર સુધી 437 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
મુંબઈઃ કોરોનાથી ખરાબ રીતે પ્રભાવિત મુંબઈ માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહેવાલ છે કે, મુંબઈની આર્થર રોડ જેલમાં એકસાથે 77 કેદી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. કેદીઓ ઉપરાંત 26 જેલ કર્મચારી પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે ત્યાર બાદ જેલ પ્રશાસન હરકતમાં આવી ગયું છે. આ જાણકારી ખુદ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આપી છે.
થોડા દિવસ પહેલા જ બોમ્બે હાઈ કોર્ટે રાજ્યને પૂછ્યું હતું કે શું આર્થર જેલમાં પણ કોરોના કેસ સામે આવ્યા છે? રાજ્ય સરકારના આદેશ બાદ આર્થર રોડ જેલમાંથી 200 સેમ્પલ કરેલ્ટ કરવામાં આવ્યા. 200 સેમ્પલમાંથી 103 સેમ્પલ કોરોના પોઝિટિવ આવ્યા. જે 77 કેદીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેમાં મોટાભાગના અંડર ટ્રાલય કેદી જ છે.
મુંબઈમાં અત્યાર સુધી કોરોનાના 11,394 કેસ સામે આવી ગયા છે અને અત્યાર સુધી 437 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં કોરોનાના 680 નવા કેસ આવ્યા છે અને 25 લોકોના મોત થયા છે.
સરકારે કોરોના પોઝિટિવ મળી આવેલ કેદીઓને મુંબઈની જીટી હોસ્પિટલમાં અને સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં સુરક્ષા હેઠળ શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે કોરોના પોઝિટિવ જેલ કર્મચારીઓને પણ અલગ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે. તમને જણાવીએ કે, મહારાષ્ટ્ર સરકારે કોરોના સંકટના શરૂઆતના દિવસોમાં આર્થર રોડ જેલથી 1100 કેદીઓને જામી પર જેલમાંથી છોડવામાં આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement