શોધખોળ કરો
Advertisement
મુંબઈના બાંદ્રા સ્ટેશનમાં ફરી એક વખત હજારોની સંખ્યામાં મજૂરો એકઠા થયા, જાણો વિગત
મુંબઈના બાંદ્રમાં ફરી એક વખત મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ ભીડ બાંદ્રા ટર્મિનસ નજીક એકઠી થઈ હતી.
મુંબઈ: મુંબઈના બાંદ્રમાં ફરી એક વખત મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ ભીડ બાંદ્રા ટર્મિનસ નજીક એકઠી થઈ હતી. મજૂરોને સૂચના મળી કે બાંદ્રા ટર્મિનસથી ઉત્તરપ્રદેશ અને બિહાર માટે વિશેષ શ્રમિક ટ્રેન ચલાવવામાં આવી છે અને આ જાણકારી મળતા જ મોટી સંખ્યામાં મજૂરો બાંદ્રા સ્ટેશન પર પહોંચ્યા હતા. સ્થાનિક પોલીસે જણાવ્યું કે જે મજૂરો પાસે પાસ છે તેઓ મુસાફરી કરી શકશે અન્ય લોકોને પોલીસે પરત મોકલી દીધા છે.
મંગળવાર સવારે 9 વાગ્યે આ ભીડ એકઠી થઈ હતી અને 12 વાગ્યા વચ્ચે બજારોની સંખ્યામાં મજૂરોરસ્તા પર જમા થઈ ગયા હતા. ભીડ એટલી મોટી સંખ્યામાં હતી કે સોશિયલ ડિસ્ટન્સિંગના ઘજાગરા થયા અને પોલીસે ભીડને રોકવા બળ પ્રયોગ પણ કર્યો હતો.
આ મામલે વેસ્ટર્ન રેલવેએ નિવેદન આપ્યું કે બાંદ્રા ટર્મિનલથી બિહારના પૂર્ણિયા માટે એક વિશેષ શ્રમિક ટ્રેન ચલાવવામાં આવી હતી અને રાજ્ય સરકાર દ્વારા નોંધણી કરેલી મુસાફરો ને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ ઘણા લોકો જેમણે રજીસ્ટ્રેન નહોતું કરાવ્યું અને પોલીસ વિભાગ તરફથી તેમને બોલાવવામાં આવ્યા ન હતા છતા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જે મુસાફરોનું નામ નોંધાયેલું હતું તેમની તપાસ કરી તેને ટ્રેનમાં બેસવા દેવામાં આવ્યા છે અને ટ્રેનને બ્રાંદ્રા સ્ટેશનનથી બપોરે 12 વાગ્યે રવાના કરાઈ જેમાં આશરે 1700 મજૂર અને તેમના પરિવારના સભ્યો સામેલ હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement