શોધખોળ કરો

Mumbai Corona Cases: મુંબઈમાં આજે ફરી કોરોનાના કેસનો આંકડો 20 હજારને પાર 

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કોરોનાથી હાહાકાર મચી ગયો છે. જોકે, શુક્રવારની સરખામણીમાં શનિવારે મુંબઈમાં કોરોનાના કેસોમાં થોડો ઘટાડો નોંધાયો છે.

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કોરોનાથી હાહાકાર મચી ગયો છે. જોકે, શુક્રવારની સરખામણીમાં શનિવારે મુંબઈમાં કોરોનાના કેસોમાં થોડો ઘટાડો નોંધાયો છે. આજે મુંબઈમાં 20 હજાર 318 નવા કોરોના દર્દીઓની પુષ્ટિ થઈ છે, જ્યારે શુક્રવારે 24 કલાક દરમિયાન 20 હજાર 971 કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા.

છેલ્લા 24 કલાક દરમિયાન મુંબઈમાં 5 કોરોના સંક્રમિત દર્દીઓના મોત થયા છે. હાલમાં શહેરમાં કોરોનાના 1 લાખ 6 હજાર 37 એક્ટિવ દર્દીઓ છે. સરકારના જણાવ્યા અનુસાર, હાલમાં 21.4 ટકા બેડ પર દર્દીઓ છે. BMC દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 6 હજાર 3 દર્દીઓ સાજા થયા છે, ત્યારબાદ કોરોનાથી સાજા થનારા લોકોની કુલ સંખ્યા વધીને 7 લાખ 70 હજાર 56 થઈ ગઈ છે. આજે મુંબઈમાં ડબલિંગ રેટ 47 દિવસનો રહ્યો. 

એક અઠવાડિયામાં આ રીતે કેસ વધ્યા

07 જાન્યુઆરી- 20971
06 જાન્યુઆરી- 20181
05 જાન્યુઆરી- 15166
04 જાન્યુઆરી- 10860
03 જાન્યુઆરી- 8082
02 જાન્યુઆરી- 8063
01 જાન્યુઆરી- 6347

રાજ્યમાં કોરોનાના 5 હજારથી વધુ નવા કેસ

રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 5677 કેસ નોંધાયા છે.  બીજી તરફ 1359  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,22,900 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 96.14 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ  મોત થયું નથી. આજે  3,07,013 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 2521, સુરત કોર્પોરેશનમાં 1578,  વડોદરા   કોર્પોરેશનમાં 271, રાજકોટ કોર્પોરેશનમાં 166, વલસાડ 116, રાજકોટ 91,  આણંદમાં 87,  સુરતમાં 83, ખેડા 64, કચ્છમાં 63, ભાવનગર કોર્પોરેશનમાં 62, જામનગર કોર્પોરેશનમાં 53, ગાંધીનગર કોર્પોરેશન 51, અમદાવાદ 46, ભરુચ 41,  મહેસાણા 41, વડોદરા 38, જૂનાગઢ કોર્પોરેશનમાં 36,ગાંધીનગર 30,  મોરબી 26, નવસારી 26, દાહોદ 21, જામનગર 20, અમરેલી 19, બનાસકાંઠા 14, મહીસાગર  14, ભાવનગર 13, દેવભૂમિ દ્વારકા 13, પંચમહાલ 13, સુરેન્દ્રનગર 13, ગીર સોમનાથ 9, અરવલ્લી 8, સાબરકાંઠા 8, છોટા ઉદેપુર 5, તાપી 5, જૂનાગઢ 4, ડાંગ 3, પોરબંદર 3 અને પાટણ 2 કેસ નોંધાયા છે. 

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 22901  કેસ છે. જે પૈકી 25 વેન્ટીલેટર પર છે, જ્યારે 22876 નાગરિકો સ્ટેબલ છે. 822900 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10128 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે એક પણ મૃત્યુ થયું નથી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget