MUMBAI : સાંતાક્રુઝમાં 15 વિદ્યાર્થીઓ સાથે આખી સ્કૂલ બસ ગુમ થઇ, જાણો શું છે સમગ્ર મામલો
Mumbai School Bus Missing: ચાર કલાક બાદ પણ સ્કૂલ બસની ભાળ ન મળતા વાલીઓ ભયભીત છે. આ ઘટનાથી મુંબઈમાં ખળભળાટ મચી ગયો છે.
Mumbai : મુંબઈના સાંતાક્રુઝની પોદ્દાર સ્કૂલ બસ સ્કુલ છૂટ્યા બાદ વિદ્યાર્થીઓને ઘરે લઇ ગઈ હતી, પણ બસ વિદ્યાર્થીઓના ઘરે ન પહોંચતા વાલીઓ ચિંતિત છે. ચિંતિત વાલીઓ શાળાએ દોડી આવ્યા હતા. સ્કૂલ બસના ડ્રાઈવરનો મોબાઈલ બંધ આવતા વાલીઓ ચોંકી ઉઠ્યા હતા. 'એબીપી માઝા' પર સમાચાર પ્રકાશિત થતાં જ મુંબઈ પોલીસ અધિકારીઓએ માહિતી આપી કે બસ વિદ્યાર્થીઓ સાથે મળી આવી છે. જો કે, આ દરમિયાન સ્કૂલ બસ ક્યાં હતી, શાળા કે વાલીઓ સાથે કેમ કોઈ સંપર્ક થયો ન હતો તેવા અનેક સવાલો ઉભા થયા છે.
ખરેખર મામલો શું છે?
પોદ્દાર સ્કૂલ મુંબઈના સાંતાક્રુઝમાં આવેલી છે. શાળામાં વિદ્યાર્થીઓ માટે બસ છે. આજે રોજની જેમ તે ઘરેથી વિદ્યાર્થીઓને લઈને શાળાએ આવી હતી અને બપોરે 12 વાગ્યે શાળા છૂટ્યા બાદ બસ વિદ્યાર્થીઓને ઘરે મૂકવા માટે નીકળી હતી. જોકે, બસ શાળાની બહાર નીકળી હોવા છતાં તે ઘર સુધી પહોંચી ન હતી.
બસ ક્યાં હતી?
શાળા છૂટ્યાના લગભગ 4 કલાક પછી પણ બસ હજુ પણ બસની કોઈ ભાળ મળી ન હતી. આ બસ ક્યાં હતી? તેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
વાલીઓમાં ચિંતા વ્યાપી
દરમિયાન શાળાએ ગયેલા બાળકો હજુ ઘરે પહોંચ્યા ન હોવાથી વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતિત બન્યા હતા. વાલીઓ સ્કૂલ પ્રશાસન, સ્કૂલ બસ ડ્રાઈવરને ફોન કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા . આ વિદ્યાર્થીઓ સવારે 6 વાગે શાળાએ ગયા હતા. જો કે શાળા છૂટ્યાના ચાર કલાક બાદ પણ ઘરે પરત ન ફર્યા હોવાથી વાલીઓ ચિંતિત હતા.
ડ્રાઈવરનો ફોન સ્વીચ ઓફ
શાળાએ ગયેલા બાળકો હજુ ઘરે પરત ફર્યા ન હોવાથી વાલીઓ જાતે જ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાલીઓએ સ્કૂલ બસના ડ્રાઈવરને ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ડ્રાઈવર અને સ્ટાફે ફોન બંધ કરી દીધા હતા.
બસમાં કેટલા બાળકો હતા ?
પ્રાથમિક માહિતી મુજબ બસમાં 15થી વધુ બાળકો હતા, પરંતુ કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. આ બાળકો કેટલી ઉંમરના છે, બસમાં કેટલા છોકરા-છોકરીઓ છે, હજુ સુધી કોઈ અપડેટ આવ્યું નથી.