શોધખોળ કરો
Advertisement
TRP કૌભાંડ કેસમાં મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી, રિપબ્લિક ટીવીના CEO કરી ધરપકડ
રિપબ્લિક ટીવીના વિતરણ પ્રમુખ ઘનશ્યામ સિંહની પણ આ પહેલા કથિત બોગસ ટીઆરપી મામલે ધરપકડ કરવામાં આવી હતી.
નવી દિલ્હી: ટીઆરપી(ટેલીવિઝન રેટિંગ પોઈન્ટ) કૌભાંડ કેસમાં રિપબ્લિક ટીવીના સીઈઓ વિકાસ ખાનચંદાનીની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. આ કેસમાં અનેકવાર તેની પૂછપરછ કરવામાં આવી ચૂકી છે. આ પહેલા પત્રકાર અને ચેનલના સંપાદક અર્નબ ગોસ્વામીની પણ મુંબઈ પોલીસે એક જૂના કેસમાં ધરપકડ કરી હતી. જો કે, બાદમાં કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.
આ પહેલા કથિત બોગસ ટીઆરપી મામલે રિપબ્લિક ટીવીના વિતરણ પ્રમુખ ઘનશ્યામ સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી. મેજિસ્ટ્રેટે ધનશ્યામ સિંહને 13 નવેમ્બર સુધી પોલીસ ક્સ્ટડીમાં મોકલી દીધો હતો.
વિકાસ ખાનચંદાનીની ધરપકડ પહેલા મુંબઈ પોલીસના ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 12 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, ટીઆરપી કૌભાંડનો ખુલાસો ગત મહિનામાં ત્યારે થયો જ્યારે બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ(BARC)એ હંસા રિસર્ચ ગ્રુપ દ્વારા ફરિયાદ દાખલ કરાવી હતી કે કેટલીક ચેનલ ટીઆરીપના આંકડામાં ચેડા કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement