શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભાજપના નેતા મુરલી મનોહર જોશીએ કહ્યું- JNUના વાઇસ ચાન્સલરને પદ પરથી હટાવો
મુરલી મનોહર જોશીએ વાઇસ ચાન્સલર એમ.જગદીશકુમારને પદ પરથી હટાવવાની માંગ કરી છે.
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં બુકાનીધારી લોકોના હુમલાની વિરુદ્ધમાં વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દેખાવકારો JNU મામલે કુલપતિને હટાવવાની માંગ કરી રહ્યા છે. આવા સમયે ભાજપના દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશીનું નિવેદન સામે આવ્યું છે. મુરલી મનોહર જોશીએ વાઇસ ચાન્સલર એમ.જગદીશકુમારને પદ પરથી હટાવવાની માંગ કરી છે.
— Murli Manohar Joshi (@drmmjoshibjp) January 9, 2020ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ કહ્યું કે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે બે વખત વાઇસ ચાન્સલર જગદીશકુમારને વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે મળીને વિવાદ સમાપ્ત કરવા માટે કહ્યું હતું પરંતુ તેમણે આવું કર્યું નહીં. તેમણે તેમનું અક્કડ વલણ યથાવત રાખ્યું છે. હવે તેમને પદ પરથી હટાવી દેવા જોઇએ. મુરલી મનોહર જોશીએ ટ્વિટ કરીને કહ્યું કે એવા રિપોર્ટ આવી રહ્યા છે કે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે બે વખતજેએનયૂના વાઇસ ચાન્સલરને ફી વધારાના મામલાને ખતમ કરવા માટે યોગ્ય ફોર્મ્યુલા લાગૂ કરવા માટે કહ્યું હતું. તેમને વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાત કરવાની સલાહ પણ આપવામાં આવી હતી પરંતુ સરકારના પ્રસ્તાવને લાગૂ કરવાને લઇને વાઇસ ચાન્સલરનું વલણ અક્કડ છે. આ વલણ નિંદનીય છે અને મારી સલાહ છે કે આવા વાઇસ ચાન્સલરને પદ પર રહેવાની અનુમતિ ન આપવી જોઇએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion