Myanmar Earthquake: મુસ્લિમ પર કહેર બની તૂટ્યો ભૂકંપ, 700 નમાઝીઓના મૃત્યુ, 60થી વધુ મસ્જિદ ધ્વંશ
Myanmar Earthquake: મ્યાનમારમાં 7.7ની તીવ્રતાના ભૂકંપના કારણે મસ્જિદોમાં 700થી વધુ નમાઝીઓ દબાઇ ગયા.. 60થી વધુ મસ્જિદો ધ્વંશ થઇ ગઇ.

Myanmar Earthquake Muslim Death: પવિત્ર રમઝાન મહિનામાં શુક્રવારની નમાજ દરમિયાન મ્યાનમારમાં 7.7ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપથી ભયંકર તબાહી સર્જાઈ હતી. સ્પ્રિંગ રિવોલ્યુશન મ્યાનમાર મુસ્લિમ નેટવર્ક અનુસાર, આ દુર્ઘટનામાં 700 થી વધુ નમાઝી મસ્જિદોની અંદર દટાઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા. મ્યાનમારના મંડલેમાં આવેલા ખતરનાક ભૂકંપમાં હજારો લોકોના મોત થયા હતા. સત્તાવાર આંકડાઓ અનુસાર, કુલ 1700 લોકોના મોત થયા છે. આ સમયગાળા દરમિયાન, 60 મસ્જિદો સંપૂર્ણપણે નાશ પામી હતી. તેનું મુખ્ય કારણ જૂનું માળખું હોવાનું માનવામાં આવે છે.
Buildings collapsed, roads destroyed, a mosque caught on fire and burned down, people are forced to live on the streets.
— Plan International Asia-Pacific (@PlanAsiaPacific) March 31, 2025
our #EmergencyResponse team at Plan International Myanmar is conducting rapid needs assessment and provide immediate support#Earthquake #Myanmar pic.twitter.com/DU7WcrVGff
સ્પ્રિંગ રિવોલ્યુશન મ્યાનમાર મુસ્લિમ નેટવર્કના સભ્ય તુન કીએ જણાવ્યું હતું કે શુક્રવારે ભૂકંપ આવ્યો ત્યારે મસ્જિદોમાં નમાઝીઓથી ભરેલી હતી. જેના કારણે ઘણી મસ્જિદો ધરાશાયી થઈ ગઈ અને સેંકડો લોકો કાટમાળ નીચે દટાઈ ગયા. ઈરાવાડી ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ દ્વારા શેર કરવામાં આવેલ વિડીયોમાં ઘણી મસ્જિદો ધરાશાયી થતી જોવા મળી હતી અને લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગતા જોવા મળ્યા હતા. આમાંની ઘણી મસ્જિદો ઐતિહાસિક ઈમારતો હતી, જે ભૂકંપના આંચકા સામે ટકી શકતી ન હતી.
શું મસ્જિદોમાં માર્યા ગયેલા લોકોનો સત્તાવાર આંકડાઓમાં સમાવેશ થાય છે?
સરકારી અહેવાલ મુજબ, મૃત્યુઆંક 1,700 થી વધુ થઈ ગયો છે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે મસ્જિદોમાં માર્યા ગયેલા 700+ લોકો આ આંકડામાં સામેલ છે કે નહીં. આ વિનાશક દુર્ઘટનામાં બચાવ દળ અને રાહત સંસ્થાઓ ઝડપથી રાહત કાર્યમાં લાગી ગઈ છે. જોકે, મ્યાનમારમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતાને કારણે રાહત કામગીરીમાં અનેક અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે.
2025ની સૌથી વધુ ભયંકર કુદરતી આફતોમાંથી એક
મ્યાનમારનો ભૂકંપ એ 2025 ની સૌથી ભયાનક કુદરતી આફતો પૈકીની એક છે. 700 થી વધુ નમાઝીના મૃત્યુએ આ દુર્ઘટનાને વધુ પીડાદાયક બનાવી છે. પીડિતોને રાહત, બચાવ અને સહાયની સખત જરૂર છે.
દેશના સૈન્ય નેતૃત્વ અનુસાર, મ્યાનમારના 7.7-તીવ્રતાના વિનાશક ભૂકંપથી મૃત્યુઆંક વધીને 1,644 પર પહોંચી ગયો છે, જ્યારે 3,408 લોકો ઘાયલ થયા છે અને 139 હજુ પણ ગુમ છે. 28 માર્ચે મધ્ય મ્યાનમારમાં આવેલા ભૂકંપના કારણે વ્યાપક વિનાશ થયો છે. અનેક ઇમારતો અનેઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે અને હજારો લોકો બેઘર થયા છે.
ભૂકંપના આ ઝટકા મ્યાનમાર, થાઈલેન્ડ અને ચીનના યુનાન પ્રાંતમાં અનુભવાયા હતા, જેમાં બેંગકોકમાં નિર્માણાધીન એક બહુમાળી ઈમારત ધરાશાયી થઈ હતી. માંડલે અને તેની આસપાસના શહેરો, જેમાં ટૌંગૂ અને ઓંગબનનો સમાવેશ થાય છે, સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે





















