એક પ્રેમી માટે બે છોકરીઓએ કરી જોરદાર મારામારી, વાળ ખેંચ્યા, લાતો મારી ને પછી...... Video Viral
સોશ્યલ મીડિયા ટ્વીટર પર નીયર ન્યૂઝ નામના હેન્ડલ પરથી આ વીડિયોને પૉસ્ટ કરવામાં આવ્યો છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે કે કઇ રીતે બે છોકરીઓ એકબીજાની સાથે લડાઇ કરી રહી છે.
![એક પ્રેમી માટે બે છોકરીઓએ કરી જોરદાર મારામારી, વાળ ખેંચ્યા, લાતો મારી ને પછી...... Video Viral Muzaffarpur Bihar: A video viral to fight between two girl in mall for boyfriend એક પ્રેમી માટે બે છોકરીઓએ કરી જોરદાર મારામારી, વાળ ખેંચ્યા, લાતો મારી ને પછી...... Video Viral](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/21/5e285fad514c8e257ceb86c7aa8a158f_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુજફ્ફરપુરઃ છોકરીઓના ચક્કરમાં છોકરાઓ વચ્ચે લડાઇ -ઝઘડાઓ થતા હોય એવુ અવારનવાર જોવા મળે છે. હવે કેટલીય જગ્યાએથી એવા વીડિયો આવી રહ્યાં છે જ્યાં એક પ્રેમી માટે છોકરીઓ મારામારી પર ઉતરી રહી છે. તાજા કેસ બિહારના એક મૉલમાંથી સામે આવ્યો છે. અહીં પ્રેમી પર કૉમેન્ટ કરવાને લઇને છોકરીઓ એકબીજા સાથે ઝઘડી પડી. જોતજાતોમાં બન્ને વચ્ચે મારામારી શરૂ થઇ ગઇ, આ દરમિયાન ત્યાં હાજર લોકોએ આ ઘટનાનો વીડિયો પણ બનાવી દીધો, હાલ આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.
સોશ્યલ મીડિયા ટ્વીટર પર નીયર ન્યૂઝ નામના હેન્ડલ પરથી આ વીડિયોને પૉસ્ટ કરવામાં આવ્યો છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે કે કઇ રીતે બે છોકરીઓ એકબીજાની સાથે લડાઇ કરી રહી છે. બન્ને એકબીજાના વાળ ખેંચીને મારામારી કરી રહી છે. જોકે આ વાયરલ વીડિયોની પુષ્ટી એબીપી ન્યૂઝ નથી કરતુ.
मुज़फ्फरपुर के DRB मॉल में लड़कियों के झोंटा-झोटी का Video हुआ पर Viral#Muzaffarpur #DRBMall #GirlsFight #ViralVideo #BiharGirlsFight #BiharNewsUpdate #nearnews #GirlFight #CatFight #NewsUpdate #Bihar pic.twitter.com/LEpLijRqm1
— Near News (@NearNewsLive) September 20, 2021
વાયરલ વીડિયો 1 મિનીટ 38 સેકન્ડનો છે. આ દરમિયાન ચાર છોકરીઓ અને એક યુવક દેખાઇ રહ્યો છે. વળી, આ ઘટના સમયે કેટલાય લોકો હાજર હતા. આ કેસ પોલીસ સુધી નથી પહોંચ્યો. થોડીવાર બાદ મામલો શાંત પડી ગયો. છોકરીઓના આ દંગલને જોવા માટે લોકોની ભીડ પણ એકઠી થઇ ગઇ હતી.
પહેલા પણ આવી ચૂક્યા છે આ પ્રકારના કિસ્સા-
ઘટનાનો વીડિયો હવે ઇન્ટરનેટ પર ધૂમ વાયરલ થઇ રહ્યો છે. નગર થાના પોલીસનુ કહેવુ છે કે આ રીતની કોઇ ફરિયાદ આવી નથી. જાણકારી અનુસાર, બૉયફ્રેન્ડને લઇને આ વિવાદ થયો હતો. વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે કે, બે છોકરીઓ એકબીજા સાથે જબરદસ્ત રીતે વાળ ખેંચીને મારામારી કરી રહી છે. આ પહેલા પણ આ પ્રકારના કેસો સામે આવી ચૂક્યા છે. જોકે, બાદમા લોકો વચ્ચે પડતા મામલો શાંત પડી ગયો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)