બુટલેગરની પત્નિને પતિના સાથી સાથે બંધાયા શરીર સંબંધ, પ્રેમી સાથે મળીને પતિને કેવી રીતે પતાવ્યો એ જાણીને ધ્રૂજી જશો
બિહારના મુઝફ્ફરપુરમાં પોતાના પતિની લાશને ઠેકાણે પાડવા પત્નીએ ક્રૂરતાની તમામ હદ પાર કરી દીધી હતી. લાશના ટુકડા કરીને તેના પર કેમિકલ છાંટી સળગાવવાની કોશિશ કરી.
પતિ-પત્નીનો સંબંધ વિશ્વનો સૌથી ભરોસાપાત્ર માનવામાં આવે છે. પરંતુ બિહારના મુઝફ્ફરપુરમાં પોતાના પતિની લાશને ઠેકાણે પાડવા પત્નીએ ક્રૂરતાની તમામ હદ પાર કરી દીધી હતી. મહિલાએ તેના પ્રેમી તથા બહેન-બનેવી સાથે મળીને પતિની હત્યા કરી દીધી અને બાદમાં લાશના ટુકડા કરીને તેના પર કેમિકલ છાંટી સળગાવવાની કોશિશ કરી.
મુઝફ્ફરપુરના સિકંદરપુર નગર પોલીસ સ્ટેશનમાં 30 વર્ષીય રાકેશની હત્યાનો આરોપ તેની પત્ની રાધા, પ્રેમી સુભાષ તથા બહેન-બનેવી પર લાગ્યો છે. હત્યા બાદ શબને ઠેકાણે પાડવા મહિલાના પ્રેમીએ ભાડા પર ફ્લેટ લઈને ત્યાં લાશના ટુકડા કર્યા હતા. જે બાદ લાશનું નામો નિશાન મીટાવવા માટે કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હતો આ દરમિયાન ધડાકો થયો હતો. જેને લઈ આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી.
પોલીસ પણ સ્થળ પર પહોંચીને ચોંકી ગઈ
પોલીસે સ્થળ પર પહોંચીને અંદરનું દ્રશ્ય જોઈને ચોંકી ગઈ હતી. ફ્લેટમાં ચારેબાજુ લાશના ટુકડા પડ્યા હતા. પોલીસે આ ટુકડા ભેગા કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા અને મામલાની ફોરેન્સિક ટીમ પાસે તપાસ શરૂ કરાવી. જે બાદ લાશની ઓળખ સિકંદરપુરના રહેવાસી રાકેશ તરીકે થઈ હતી.
બુટલેગરે પત્નીની હાલચાલ પૂછવા મિત્રને મોકલ્યો ને.....
મળતી વિગત પ્રમાણે બિહારમાં દારૂબંધી બાદ રાકેશ ગેરકાયદે દારૂનો ધંધો કરતો હતો તેથી પોલીસના રડારમાં હતા. આ કારણે મોટાભાગનો સમય તે પોલીસથી છૂપાતો રહેતો હતો. આ દરમિયાન રાકેશના સાથી સુભાષ તેની પત્નીની ખબરઅંતર પૂછવા નિયમિત જતો હતો અને થોડા જ સમયમાં બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા.
પતિને ત્રીજના દિવસે પત્ની બોલાવીને કાસળ કાઢી નાંખ્યું
પ્રેમમાં પાગલ બનેલા બંને જણાએ રસ્તામાંથી રાકેશનો કાંટો હટાવવાનું નક્કી કર્યું. જેમાં તેના બહેન અને બનેવીને પણ સાથે લીધા. ત્રીજના દિવસે રાધાએ પતિ રાકેશને ઘરે આવવા કહ્યું, રાકેશ ઘરે આવ્યા બાદ પ્રેમી તથા બહેન-બનેવી સાથે મળીને તેની નિર્દયતાથી હત્યા કરી નાંખી.
રાકેશની હત્યા બાદ તેના ભાઈ દિનેશે પોલીસ સ્ટેશનમાં રાકેશની પત્ની રાધા, તેના પ્રેમી સુભાષ તથા અન્ય બે લોકો સામે ફરિયાદ નોંધાવી. જે મુજબ તેના ભાભીને ભાઈના મિત્ર સાથે આડા સંબંધ હતા. આ સંબંધની જાણ આખા સમાજને હતી. દિનેશના કહેવા મુજબ, થોડા દિવસ પહેલા તેનો ભાઈ પરત ફર્યો હતો અને ભાડાના મકાનમાં રહેતો હતો. જે મકાનમાં ધડાકો થયો ત્યાં પહોંચ્યા બાદ ખબર પડી કે મારા ભાઈની હત્યા કરી દેવામાં આવી છે અને શબના પાંચ ટુકડા કરવામાં આવ્યા છે.