શોધખોળ કરો
Advertisement
PM મોદીને પત્ર લખનારી 49 હસ્તીઓને રાહત, રદ થશે કેસ
વડાપ્રધાન મોદીને મોબ લિંચિંગ પર ચિંતા વ્યક્ત કરતા ઓપન લેટર લખ્યો હતો.
નવી દિલ્હીઃમૉબ લિંચિગને લઇને વડાપ્રધાન મોદીને પત્ર લખનારી 49 હસ્તીઓને રાહત મળી છે. બિહાર પોલીસે રામચંદ્ર ગુહા, મણિરત્નમ સહિત 49 હસ્તીઓ પર દાખલ કેસ રદ કરવાનો આદેશ મળ્યો છે. આ આદેશ મુઝફ્ફરપુરના એસએસપી મનોજ કુમારને આપ્યો છે. વાસ્તવમાં વડાપ્રધાન મોદીને પત્ર લખનારા 49 સેલિબ્રિટીઝ વિરુદ્ધ મુઝફ્ફરપુરમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. જેમાં રામચંદ્ર ગુહા, મણિરત્નમ, અનુરાગ કશ્યપ અને અપર્ણા સેન જેવા સેલેબ્સનો સમાવેશ થાય છે. જેમણે વડાપ્રધાન મોદીને મોબ લિંચિંગ પર ચિંતા વ્યક્ત કરતા ઓપન લેટર લખ્યો હતો.
નોંધનીય છે કે આ કેસ સ્થાનિક વકીલ સુધીર કુમાર ઓઝા તરફથી બે મહિના અગાઉ દાખલ કરવામાં આવેલી એક અરજી પર મુખ્ય ન્યાયિક મેજીસ્ટ્રેટ સૂર્યકાંત તિવારીના આદેશ બાદ દાખલ કર્યો હતો. ઓઝાએ કહ્યું હતું કે, સીજેએમના 20 ઓગસ્ટને તેમની અરજી સ્વીકારી લીધી હતી. ત્યારબાદ મુઝફ્ફરપુરના સદર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરી હતી. નોંધનીય છે કે મણિરત્નમ, રામચંદ્ર ગુહા, અનુરાગ કશ્યપ, શ્યામ બેનેગલ અને શુભા મુદગલ સહિત 50 હસ્તીઓને આ વર્ષે જૂલાઇમાં દેશમાં મોબ લિંચિંગની ઘટનાઓ અને જય શ્રીરામ નારાનો દુરુપયોગ પર ચિંતા વ્યક્ત કરતા વડાપ્રધાન મોદીને ચિઠ્ઠી લખી હતી. વડાપ્રધાન મોદીને સંબોધિત કરતા પત્રમાં લખ્યું હતું કે, દેશભરમાં લોકોને જય શ્રીરામ નારાના આધાર પર ઉશ્કેરવાનુ કામ કરવામાં આવી રહ્યુ છે. સાથે જ દલિત, મુસ્લિમ અને બીજા નબળા વર્ગના લોકોને મોબ લિંચિંગને રોકવા માટે તત્કાળ પગલા ઉઠાવવાની માંગ કરવામાં આવી હતી. આ પત્રને લખનારી હસ્તીઓમાં એક્ટ્રેસ કંગના રનૌત, લેખક પ્રસૂન જોશી, ક્લાસિકલ ડાન્સર અને સાંસદ સોનલ માનસિંહ, ફિલ્મ નિર્માતા મધુર ભંડારકર અને વિવેદ અગ્નિહોત્રી સામેલ હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement