શોધખોળ કરો
Advertisement
આ શહેરમાં ઘેરબેઠાં દારૂ મળતો હોવાની સોશિયલ મીડિયા પર એડ જોઈને લોકો તૂટી પડ્યાં...
વાઇન શોપ નામથી વાયરલ થયેલી વિજ્ઞાપનમાં તમામ બ્રાંડની શરાબ ઉપલબ્ધ હોવાનું લખવામાં આવ્યું છે.
નાગપુરઃ દેશમાં કોરોના વાયરસ ફેલાતો અટકે તે માટે લાગુ કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉનનો આજે 19મો દિવસ છે. લોકડાઉન દરમિયાન જીવન જરૂરી વસ્તુઓ સિવાય તમામ પ્રકારની દુકાનો બંધ છે. જેમાં દારૂની દુકાનનો પણ સમાવેશ થાય છે. દારૂની ન મળવાના કારણે કેરળમાં અડધા ડઝનથી વધારે લોકોએ આત્મહત્યા કરી હતી, જે બાદ સરકારે ત્યાં ઓનલાઇન પરમિટ આપવાની વાત કરી હતી. પરંતુ કેસ કોર્ટમાં પહોંચતા વાત અટકી ગઈ છે. જે બાદ પશ્ચિમ બંગાળે દારૂની હોમ ડિલિવરી કરવાનો નિર્ણય કર્યો છે.
આ દરમિયાન સોશિયલ મીડિયા પર દારૂની હોમ ડિલિવરી થતી હોવાની લિંક ફરતી થઈ હતી. જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. વિજ્ઞાપનમાં એક મોબાઇલ નંબર લખ્યો છે. જેના પર સંપર્ક કરીને દારૂની હોમ ડિલિવરીનો દાવો કરવામાં આવ્યો છે. વાઇન શોપ નામથી વાયરલ થયેલી વિજ્ઞાપનમાં તમામ બ્રાંડની શરાબ ઉપલબ્ધ હોવાનું લખવામાં આવ્યું છે.
જેને લઈ નાગપુર પોલીસે સ્પષ્ટતા કરી કે, સાયબર ફ્રોડ હજુ પણ બંધ થયું નથી. આ ફેક મેસેજ છે. આપેલી લિંક પર ક્લિક કરીને કોઈએ પૈસા આપવા નહીં. તમે છેતરપિંડીનો ભોગ બની શકો છો.
લોકડાઉન દરમિયાન થોડા દિવસો પહેલા જ ઉત્તરપ્રદેશના એટામાં એક નિવૃત્ત પોલીસ અધિકારી દારૂની હોમ ડિલિવરી કરતા ઝડપાયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દુનિયા
Advertisement