Surat News : સુરતમાં એમ્બ્યુલન્સમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ અહેવાલ
Surat News : સુરતમાં એમ્બ્યુલન્સમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ અહેવાલ
સુરતમાં એમ્બ્યુલંસમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. એમ્બ્યુલંસમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરીનો ખુલાસો થયો. કામરેજના ઘલા પાટિયા પાસેથી ઝડપાયો દારુ છે. 5.80 લાખની કિંમતના દારુ સાથે 15 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે દારૂની હેરાફેરી કરનાર શખ્સને ઝડપ્યો.
આ અંગેની વિગતો એવી છે કે, સુરતમાં એક ભેજાબાજ એમ્બ્યુલન્સમાં ચોરખાનામાં દારૂ છૂપાવીને હેરાફેરી કરતો હતો. આજે કામરેજ પોલીસે શંકાને આધારે એમ્બ્યુલન્સમાં તપાસ કરતાં ચોંકી ગઈ હતી. એમ્બ્યુલન્સમાં બનાવેલા ચોરખાનામાંથી દારૂ મળી આવતાં પોલીસે ભેજાબાજની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. વીડિયોમાં જુઓ કેવી રીતે ભેજાબાજ ચોરખાનામાં છૂપાવતો હતો દારૂ. જુઓ સંપૂર્ણ અહેવાલ અહીં.





















