શોધખોળ કરો
Advertisement
મણીપુરના રાજ્યપાલ બન્યા નજમા હેપતુલ્લા, જગદીશ મુખીને બનાવાયા અંડમાનના LG
નવી દિલ્લી: કેંદ્રએ ત્રણ રાજ્યો અને એક કેંદ્ર શાસિત પ્રદેશના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલના નામની મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિ ભવનમાંથી આ નામોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. કેંદ્રએ હેપતુલ્લાને મણીપુરના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે. જ્યારે બનવારી લાલ પુરોહિતને અસમના રાજ્યપાલ તરીકે નિમણૂંક કરવામાં આવી છે, ત્યાં વીપી સિંહ બદનૌરને પંજાબના રાજ્યપાલ તરીકે પસંદગી કરવામાં આવી છે. અંડમાન નિકોબાર દ્ધીપસમૂહના ઉપરાજ્યપાલ પ્રો જગદીશ મુખીને બનાવવામાં આવ્યા છે.
થોડા દિવસ પહેલા કેંદ્રીય કેબિનેટમાં કરેલા ફેરફારો પછી એ વાતનો ક્યાસ લગાવવામાં આવી રહ્યો હતો કે સરકાર થોડા સમયમાં અમુક રાજ્યોમાં નવેસરથી રાજ્યપાલોની પસંદગી કરશે. કેંદ્રીય અલ્પસંખ્યક મામલોના મંત્રીએ પદ પરથી નજમા હેપતુલ્લાએ રાજીનામું આપ્યા પછી તેમનું નામ રાજ્યપાલ તરીકે ચર્ચાતું હતું. જ્યારે દિલ્લી ભાજપાના વરિષ્ઠ નેતા રહેલા જગદીશ મુખીને અંડમાનના ઉપરાજ્યપાલ બનાવવા કેંદ્રમાં રહેલી નરેંદ્ર મોદીની આગેવાની વાળી ભાજપા સરકારની એક રાજનીતિનો ભાગ માનવામાં આવે છે.
અસમના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવેલ લાલ પુરોહિત મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાંથી આવે છે. તે નાગપુર લોકસભા સીટથી ત્રણ વખત સાંસદ પણ બની ચૂક્યા છે. પંજાબના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવેલ વીપી સિંગ બદનોર રાજસ્થાનથી આવે છે અને તે રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ઓટો
બિઝનેસ
Advertisement