Naresh Balyan Arrested: આમ આદમી પાર્ટીના ધારાસભ્યની ધરપકડ,ગેંગસ્ટર સાથેની ઓડિયો ક્લિપ વાયરલ થતા ચકચાર
Naresh Balyan Arrested: કુખ્યાત ગેંગસ્ટર કપિલ સાંગવાન વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લિપ સામે આવ્યા બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલિયાનની ધરપકડ કરવામાં આવી છે.
Naresh Balyan Arrested: દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલ્યાનને વસુલી કેસમાં અટકાયતમાં લીધા છે. તપાસમાં બાલિયાન અને કુખ્યાત ગેંગસ્ટર કપિલ સાંગવાન વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લિપ સામે આવ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલ મુજબ, વાતચીતમાં વેપારીઓ પાસેથી ખંડણીની રકમ વસૂલવાની ચર્ચા થઈ હતી. વધુ તપાસ ચાલુ છે.
VIDEO | Delhi Police arrested AAP MLA Naresh Balyan in connection with alleged extortion case earlier today. Visuals from outside his residence in Delhi.
— Press Trust of India (@PTI_News) November 30, 2024
(Full video available on PTI Videos - https://t.co/dv5TRAShcC) pic.twitter.com/ZgvyERdFpC
આ પહેલા શનિવારે (30 નવેમ્બર) બીજેપીએ આરોપ લગાવ્યો હતો કે દિલ્હીમાં સત્તાધારી પક્ષનો એક ધારાસભ્ય ગેંગસ્ટરની મદદથી ખંડણીમાં સામેલ છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયા અને પાર્ટીના દિલ્હી એકમના પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ પત્રકારોને સંબોધતા AAP ધારાસભ્યની ગેંગસ્ટર સાથેની કથિત વાતચીતની ઓડિયો ક્લિપ પણ ચલાવી હતી.
ભાજપે કાર્યવાહીની માંગ કરી હતી
ગૌરવ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આરોપ લગાવ્યો કે આપ લોકોને ધમકાવવામાં અને તેમની પાસેથી પૈસા પડાવવામાં સામેલ છે. તેમણે પૂછ્યું કે શું કેજરીવાલ અને દિલ્હીના મુખ્યમંત્રી આતિષી ધારાસભ્ય વિરુદ્ધ કાર્યવાહી કરશે અને તેમને રાજીનામું આપવા માટે કહેશે? તેમણે કહ્યું કે જો તેઓ તેમનું (ધારાસભ્ય) રાજીનામું નહીં લે તો એવું માની લેવામાં આવશે કે એકઠા કરાયેલા પૈસા પાર્ટી અને તેના નેતાઓને જઈ રહ્યા છે.
AAPએ ઓડિયોને નકલી ગણાવ્યો
જોકે, આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય સિંહે ભાજપના આરોપોને ફગાવી દીધા હતા અને દાવો કર્યો હતો કે ઓડિયો ક્લિપ નકલી છે. તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને વધતા ગુના સામે અવાજ ઉઠાવી રહ્યા છે. આ ગુનાઓ રોકવાને બદલે ભાજપ અને અમિત શાહ કેજરીવાલને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમારા નેતાને રોકવા માટે તેઓ હવે નકલી ઓડિયો ક્લિપ ચલાવી રહ્યા છે. દિલ્હીની ચૂંટણી પહેલા સામે આવેલી આ ક્લિપને લઈને રાજકારણ ગરમાયું છે. તમને જણાવી દઈએ કે, શનિવારના રોજ દિલ્હીના પૂર્વ સીએમ કેજરીવાલ પર પદયાત્રા દરમિયાન પ્રવાહી ફેંકવામાં આવ્યું હતું.
આ પણ વાંચો...