શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાન જૈશ-એ-મોહમ્મદના પ્રવક્તાની જેમ કામ કરી રહ્યું છેઃ ભારત
નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને પાકિસ્તાનના જૂઠનો પર્દાફાશ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પુલવામા હુમલો કરાવ્યો હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો તેમ છતાં પાકિસ્તાન તે માનવા તૈયાર નથી. રવીશ કુમારે કહ્યું કે, પાકિસ્તાન જૈશ-એ-મોહમ્મદના પ્રવક્તા તરીકે કામ કરી રહ્યું છે.
તેમણે કહ્યું કે, ભારતે એક વિમાન ગુમાવ્યું પરંતુ પાકિસ્તાન બે ગણાવી રહ્યું છે. જો તેમની પાસે બીજું વિમાન તૂટી પડ્યું હોય તેના કોઇ પુરાવા હોય તો રજૂ કરે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, પાકિસ્તાન આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યું નથી.
રવીશ કુમારે કહ્યું કે, જો નવુ પાકિસ્તાન હોય તો આતંકીઓ પર કાર્યવાહી કેમ કરી રહ્યું નથી. પાકિસ્તાન ફક્ત બતાવવા ખાતર આતંકીઓ પર ફક્ત કાગળ પર કાર્યવાહી કરી રહ્યું છે જે પુરતું નથી. પાકિસ્તાન પોતાની ધરતી પર આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરે. ભારતે પાકિસ્તાનના એફ-16 જેટ તોડી પાડવાના પુરાવા આપ્યા છે પરંતુ પાકિસ્તાન ઇનકાર કરી રહ્યું છે. ભારત વિરુદ્ધ એફ-16નો ઉપયોગ કરવાને લઇને પાકિસ્તાનના જૂઠનો ખુલાસો થઇ ગયો છે.R Kumar, MEA: It is regrettable that Pakistan still continues to deny Jaish-e-Mohammed's own claim of taking ownership of Pulwama attack. Pak Foreign Minister said 'they(JeM) have not claimed responsibility of the attack, there is some confusion' Is Pakistan defending the JeM? pic.twitter.com/xYkoZ4w2yW
— ANI (@ANI) March 9, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement