શોધખોળ કરો
આઠ કલાક સુધી કૃષિમંત્રી અને ખેડૂતો વચ્ચે બેઠક બાદ પણ ન આવ્યું કોઈ પરિણામ, હવે 5 ડિસેમ્બરે ફરી બેઠક
આઠ કલાક સુધી ખેડૂતો અને કૃષિમંત્રી વચ્ચે બેઠક બાદ કોઈ રસ્તો નથી નિકળ્યો. હવે કેંદ્ર સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે 5 ડિસેમ્બરે ફરી વાતચીત થશે.

નવી દિલ્હી : મોદી સરકારના કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી-હરિયાણા બોર્ડર પર ખેડૂતોના આંદોલનનો આઠમો દિવસ છે. આ દરમિયાન ખેડ઼ૂતોની ગુરુવારે કેંદ્ર સરકાર સાથે બીજી વખત વાતચીત થઈ હતી. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને રેલ મંત્રી પીયુષ ગોયલ ખેડૂતો સાથે વાત કરી હતી. આઠ કલાક સુધી ખેડૂતો અને કૃષિમંત્રી વચ્ચે બેઠક બાદ કોઈ રસ્તો નથી નિકળ્યો. હવે કેંદ્ર સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે 5 ડિસેમ્બરે ફરી વાતચીત થશે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતો સાથેની બેઠક પુરી થયા પછી કહ્યું કે કેટલાક મુદ્દા પાછલી અને આજની બેઠકમાં ઉઠાવવામાં આવ્યા છે. સરકારમાં અહંકારમાં નથી, ખેડૂતો સાથે ખુલ્લા મનથી વાતચીત કરવામાં આવી રહી છે. ખેડૂતોની ચિંતા છે કે નવા કાયદાથી એપીએમસી ખતમ થઈ જશે. આઝાદ કિસાન સંઘર્ષ સમિતિના હરજિંદર સિંહ ટાંડાએ કહ્યું કે વાર્તામાં ઘણી ઓછી પ્રગતિ થઈ છે. હાફ ટાઇમમાં એવું લાગી રહ્યું હતું કે આજની મિટિંગમાં કોઈ પરિણામ આવશે નહીં પણ અડધી બેઠક પછી લાગ્યું કે સરકાર પર આંદોલનનું દબાણ છે. વાર્તા અનુકુળ માહોલમાં આયોજિત કરવામાં આવી છે. ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે સરકારે એમએસપી પર સંકેત આપ્યો છે. એવું લાગી રહ્યું છે કે એમએસપીને લઈને તેમનું વલણ યોગ્ય રહેશે. વાર્તામાં થોડી પ્રગતિ થઈ છે.
વધુ વાંચો





















