શોધખોળ કરો
Advertisement
દિલ્લી પહોંચ્યા અરવિંદ કેજરીવાલ, કાશ્મીરમાં આતંકી હુમલાની નિંદા કરી
નવી દિલ્લી: પોતાની વધતી જીભના કારણે બેંગ્લુરુમાં ઓપરેશન કરાવનાર દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને દિલ્લી પહોંચી ગયા છે. અહીં પોતાના ઘરમાં પહોંચતા જ કેજરીવાલે કાશ્મીરમાં 17 સૈનિકોના શહીદ થવા પર શોક વ્યક્ત કર્યો છે અને કાશ્મીર પર આતંકી હુમલાની નિંદા કરી છે.
કેજરીવાલ બેંગ્લુરુના નારાયણ હેલ્થ સિટીમાં 12 સપ્ટેબરે દાખલ થયા હતા. અહીં ડૉક્ટર પૉલ સી સાલિન્સે અરવિંદ કેજરીવાલના ગળાનું ઓપરેશન કર્યું હતું. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જની જાણકારી પોતે કેજરીવાલે ટ્વિટ કરીને આપી છે.
કેજરીવાલે પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, “હું ઓપરેશન પછી આજે હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ રહ્યો છું. હું કિરણજી, ડૉક્ટર શેટ્ટી અને ડૉક્ટર પૉલનો દિલથી આભાર માનું છું. હું તેમને આભાર શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion