(Source: ECI/ABP News/ABP Majha)
MP: ત્રણ શિંગડા - ત્રણ આંખ વાળા નંદીનું મોત થતા લોકો શોકમાં, 15 વર્ષ પહેલા આવ્યા હતા જટાશંકર
મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં અહીં બુંદેલખંડમાં કેદારનાથ ધામ નામથી જાણીતું જટાશંકર ધામ છે, અને અહીં એક નંદી રહેતો હતો, તેનુ નિધન થઇ ગયુ છે,
Madhyapradesh: એવુ કહેવાય છે કે નંદીને ધર્મનો અવતાર માનવામા આવે છે, નંદીને મહાદેવના ખાસ અને પ્રિય ગણવામાં આવે છે. જેના કારણે તે પૂજનીય હોય છે. તે શિવનો પ્રમખ ગણ પણ છે. હાલમાં મધ્યપ્રદેશમાંથી એક એવો કિસ્સો સામે આવ્યા છે, જ્યારે એક નહીં બે નહીં પરંતુ ત્રણ શીંગડા વાળા નંદીનુ મોત થઇ ગયુ છે, અને આ કારણે લોકો શોકમાં ડુબ્યા છે.
ખરેખરમાં, મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં અહીં બુંદેલખંડમાં કેદારનાથ ધામ નામથી જાણીતું જટાશંકર ધામ છે, અને અહીં એક નંદી રહેતો હતો, તેનુ નિધન થઇ ગયુ છે, બાદમાં તેને હિન્દી વિધિ પ્રમાણે અંતિમ સંસ્કાર કરીને સમાધિ આપવામા આવી છે, આ વાત અત્યારે ટૉક ઓફ ધ ટાઉન બની ગઇ છે.
કેમ કે આ નંદી કોઇ સામાન્ય નંદી જેવો ન હતો, તેને એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ શિંગડા હતા અને ત્રણ આંખો પણ હતી. જોકે આ નંદીનું બિમારીના કારણે મોત થયુ છે. તેને બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર કરીને અંતિમ વિધિ કરવામા આવી હતી. કહેવાઇ રહ્યું છે કે, છેલ્લા 15 વર્ષથી આ નંદી અહીં જટાશંકરમાં રહેતો હતો, અને લોકો તેને પૂજનીય માનતા હતા. આ ત્રણ શિંગડા અને ત્રણ આંખ વાળા નંદી આકર્ષણનુ કેન્દ્ર બન્યો લોકો તેને દુર દુરથી જોવા અહીં આવતા હતા. એવું માનવામાં આવે છે કે વેદોએ બળદને ધર્મનો અવતાર માન્યો છે. વેદોમાં બળદને ગાય કરતાં વધુ મૂલ્યવાન ગણવામાં આવે છે. બીજી બાજુ, જ્યારે નંદી બળદની વાત આવે છે, ત્યારે તે ભગવાન શિવના મુખ્ય ગણોમાંથી એક છે. મંદિર સમિતિના સભ્યોએ નંદી બળદના અંતિમ સંસ્કાર કરવા અને બ્રાહ્મણોની હાજરીમાં મંત્રોના પાઠ કરવાનું નક્કી કર્યું હતું, જ્યાં છેલ્લા 15 વર્ષથી નંદી બેસતો હતો. નંદીનું એ જ સ્થળે મૃત્યુ થયું.
શ્રદ્ધાળુઓ આ નંદીના દર્શન કરવા માટે આવતા હતા, હવે તેનુ નિધન થઇ ગયુ છે તો મહિલાઓ તેના મૃતદેહ પાસે બેસની ભજન કીર્તન પણ કર્યા હતા. આ જટાશંકર ધામ બુંદેલખંડ વિસ્તારના બિજાવર તાલુકાથી લગભગ 15 કિલોમીટર દુર છે. અહીં ચારેય બાજુ સુંદર પહાડો છે અને પહાડોની વચ્ચે એક શિવ મંદિર છે, જેમાં ભગવાન શિવ બિરાજમાન છે. અહીં હંમેશા ગૌમુખમાથી ધારાઓ પડે છે. અહીં નાના જલકુંડ છે, અને હવામાન પણ એકદમ સરસ છે.