શોધખોળ કરો
કોરોનાની વચ્ચે સારા સમાચાર, 2022 સુધી 13.3 કરોડ લોકોને મળશે નોકરીઓઃ રિપોર્ટ
રિપોર્ટ પ્રમાણે, વૈશ્વિક સ્તર પર વર્ષ 2022 સુધી લગભગ 13.3 કરોડ નોકરીઓ ઉપલબ્ધ થશે, જેમાં માનવ પ્રયાસ, મશીનો અને અલ્ગોરિધમ સંબધિત નોકરીઓ સામેલ છે

નવી દિલ્હીઃ કોરોના બાદ એકબાજુ ભૂખમરો અને મંદીના આસાર છે ત્યારે એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે, લોકોને સારી નોકરીઓ મળી શકે છે. એક એનજીઓના રિપોર્ટ પ્રમાણે, વૈશ્વિક સ્તર પર વર્ષ 2022 સુધી લગભગ 13.3 કરોડ નોકરીઓ ઉપલબ્ધ થશે, જેમાં માનવ પ્રયાસ, મશીનો અને અલ્ગોરિધમ સંબધિત નોકરીઓ સામેલ છે. એક એનજીઓએ મંગળવારે આ જાણકારી આપી. સાથે સાથે ભારતમાં યુવાઓ માટે ડિજીટલ અને અંગ્રેજી સાક્ષરતા વધારવાની આવશ્યકતતા પર જોર આપ્યુ. એનજીઓએએ કહ્યું કે, એકેડેમિક સ્તર પર જે તૈયારીઓ કરવામાં આવી રહી છે, અને ઇન્ડસ્ટ્રી જે ઇચ્છે છે, તેમાં ખુબ અંતર છે. આવામાં એક ખુબ આવશ્યક છે કે યુવાઓને ટેકનોલૉજીના ઉભરતા ક્ષેત્રો જેવા કૃત્રિમ બુદ્ધિમતા, મશીનનુ જ્ઞાન, હરિત ઉર્જા સહિત અન્ય ક્ષેત્રોની જરૂરિયાતોના હિસાબે કૌશલ્ય પ્રદાન કરવામાં આવે. આ ટિપ્પણીઓ ગેર સરકારી સંગઠન (એનજીઓ) વાઘવાની ફાઉન્ડેશન તરફથી વિશ્વ યુવા કૌશલ્ય દિવસની પૂર્વ સંધ્યા પર કરવામાં આવી છે. વિશ્વ યુવા કૌશલ્ય દિવસ, આ દિવસને સંયુક્ત રાષ્ટ્ર તરફથી યુવા પેઢીની વચ્ચે કૌશલ્ય વિકાસની આવશ્યકતા પર જોર આપવા માટે મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર વર્ષ 2016માં 25.9 કરોડ યુવા એવા હતા, જે રોજગાર, શિક્ષણ અને પ્રશિક્ષણમાં સામેલ ન હતા. આ સંખ્ય 2019માં વધીને 26.7 કરોડ થઇ ગઇ અને 2021 સુધી વધીને 27.3 કરોડ થવાનુ અનુમાન છે.
વધુ વાંચો





















