શોધખોળ કરો
Advertisement
પુલવામા હુમલો: NIAને મળી મોટી સફળતા, સ્યૂસાઈડ બોમ્બરને મદદ કરનાર શાકિરની ધરપકડ
NIAએ અનુસાર, શાકિરે ખુલાસો કર્યો છે કે તેણે આદિલ ડારને અને પાકિસ્તાની આતંકી ઉમર ફારુકને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો.
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના પુલાવામામાં ગત વર્ષે થયેલા આતંકી હુમલા મામલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને મોટી સફળતા મળી છે. NIAએ શુક્રવારે સુસાઈડ બોમ્બર આદિલ અહમદ ડારની મદદ કરનાર શખ્સ શાકિર બશીરની ધરપકડ કરી છે. જૈશ-એ મોહમ્મદના આતંકી શાકિર બશીરે સુસાઈડ બોમ્બર ડારને રહેવા માટે વ્યવસ્થા કરી આપી હતી.
NIAએ અનુસાર, શાકિરે ખુલાસો કર્યો છે કે તેણે આદિલ ડારને અને પાકિસ્તાની આતંકી ઉમર ફારુકને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો. વર્ષ 2018થી ફેબ્રુઆરી 2019માં પુલાવામાં હુમલો થયો ત્યાં સુધી શાકિરે તેને રાખ્યો હતો. તેણે આ બન્નેને આઈઈડી બનાવવામાં પણ મદદ કરી હતી. શાકિર 15 દિવસ માટે એનઆઈએની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
આરોપ છે કે શાકિર બશીરે સ્યૂસાઈડ બોમ્બર આદિલ સહિત અનેક આતંકીઓને આશરો આપ્યો હતો, સાથે તેણે સીઆરપીએફના કાફલા વિશે પણ આતંકીઓને જાણકારી આપી હતી. શાકિર પુલવામાના કાકાપોરા વિસ્તારનો રહેવાસી છે.National Investigation Agency: Today, in a major breakthrough in Pulwama case, NIA arrested one accused Shakir Bashir Magrey, an Over-Ground Worker of JeM. He had provided shelter and other logistical assistance to the suicide-bomber Adil Ahmad Dar. pic.twitter.com/0OwJHR5sZj
— ANI (@ANI) February 28, 2020
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ પુલાવામામાં સીઆરપીએફના કાફલા પર મોટો આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં સીઆરપીએપના 40 જવાન શહીદ થઈ ગયા હતા. હુમલાને અંજામ આપનાર આતંકી આદિલ અહમદ ડાર હતો.NIA: He has revealed that he had harboured Adil Ahmad Dar & Pakistani terrorist Mohd Umar Farooq in his house from late 2018 till the attack in Feb 2019, and assisted them in the preparation of the IED. He has been remanded to 15 days of NIA custody for detailed interrogation. https://t.co/zO4sKpBMpQ
— ANI (@ANI) February 28, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ટેકનોલોજી
Advertisement