શોધખોળ કરો
છત્તીસગઢ: કૉંગ્રેસના કાફલા પર થયેલા હુમલાના આરોપી સુમિત્રા પુનેમની ધરપકડ
કૉંગ્રેસના કાફલા પર 25 મે, 2013ના રોજ હુમલો થયો હતો. આ હુમાલામાં કૉંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતા સહિત 25 નેતાઓ મોત થયા હતા.

નવી દિલ્હીં: છત્તીસગઢના દરભા ઘાટીમાં 2013માં કૉંગ્રેસના કાફલા પર થયેલા હુમલાના આરોપમાં NIAએ સુમિત્રા પુનેમની ધરપકડ કરી છે. સુમિત્રા વિરુદ્ધ અગાઉથી જ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તે હુમલાના 27 આરોપીઓમાંથી એક છે. અન્ય આરોપીની શોધખોળ ચાલુ છે. કૉંગ્રેસના કાફલા પર 25 મે, 2013ના રોજ હુમલો થયો હતો. આ હુમાલામાં કૉંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતા સહિત 25 નેતાઓના મોત થયા હતા. ઝીરમ ખાટીમાં નક્સલીઓએ કૉંગ્રેસના 25 નેતાઓની હત્યા કરી નાંખી હતી. આ હુમલો દેશના ઈતિહાસમાં સૌથી મોટા નક્સલી હુમલામાં ગણવામાં આવે છે. આ હુમલામાં ચાર મોટા નેતાઓના મોત થયા હતા. આ ઘટનાથી દેશ આખો હચમચી ગયો હતો હુમલાવરના નિશાના પર ટાઈગર મહેન્દ્ર કર્મા હતા. સલવા ઝૂડૂમનું નેતૃત્વ કરવાના કારણે નક્સલીઓ તેને પોતાનો સૌથી મોટો દુશ્મન માનતા હતા. હુમલામાં છત્તીસગઢ પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ નંદકુમાર પટેલ, મહેન્દ્ર કર્મા અને વિધ્યાચરણ શુક્લા સહિત 25 કૉંગ્રેસ નેતાઓના મોત થયા હતા.
વધુ વાંચો





















