NIA Raid: ટેરર ફંડિંગ મામલે એનઆઈએની મોટી કાર્યવાહી, ગુજરાતના ગાંધીધામમાં લોરેન્સ બિશ્નોઈના નજીકના સાથીના ઠેકાણા પર દરોડા
NIA Raid: NIAએ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) હેઠળ ધરપકડ કરાયેલા તમામ ગેંગસ્ટરોની પૂછપરછ કરી હતી. આ પછી NIAના હાથમાં પાકિસ્તાન-ISI અને ગેંગસ્ટરના ગઠબંધનની ઘણી માહિતી આવી છે.
NIA Raid Update: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ફરી એકવાર ગેંગસ્ટર ટેરર ફંડિંગના મામલામાં એક્શનમાં આવી છે. આ વખતે NIAની ટીમે 70થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. જેમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, ચંદીગઢ, પંજાબ, ગુજરાત અને મધ્યપ્રદેશ સહિતના અન્ય રાજ્યોનો સમાવેશ થાય છે. આ દરોડા ટેરર ફંડિંગને લઈને ગેંગસ્ટર અને તેના નજીકના લોકોના ઠેકાણા પર પાડવામાં આવ્યો છે. ગુજરાતના ગાંધીધામમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નજીકના સાથી કુલવિંદરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કુલવિંદર લાંબા સમયથી બિશ્નોઈનો સાથી છે. તેની સામે બિશ્નોઈ ગેંગના સાથીઓને આશ્રય આપવાનો કેસ છે. આ ઉપરાંત કુલવિંદર ઈન્ટરનેશનલ ડ્રસ સિન્ડિકેટ સાથે સંકળાયેલો હોવાનું એનઆઈના સૂત્રોનું કહેવું છે.
ગેંગસ્ટર્સની પૂછપરછમાં અનેક ખુલાસા થયા હતા
NIAની આ દરોડા તમામ જગ્યાઓ પર એક સાથે કરવામાં આવી રહી છે. NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર છ ગેંગસ્ટરોની પૂછપરછ દરમિયાન ઘણા વધુ ગેંગસ્ટરોના નામ સામે આવ્યા હતા. NIA પૂછપરછ કરાયેલા ગેંગસ્ટરોના ઘરો અને તેમના અને તેમના સહયોગીઓ સાથે જોડાયેલા અન્ય સ્થળો પર દરોડા પાડી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ગેંગસ્ટરોના અન્ય દેશોમાં સંપર્ક હોવાનો મામલો સામે આવ્યો છે. ભારતમાં લોરેન્સ બિશ્નોઈ અને બવાના ગેંગના નામે આતંક માટે ઘણું ફંડિંગ છે.
Gujarat: NIA conducts raids at premises of gangster Lawrence Bishnoi's close aid in Gandhidham
— ANI Digital (@ani_digital) February 21, 2023
Read @ANI Story | https://t.co/SWCPME90kn#NIA #LawrenceBishnoi #Gandhidham #NIAraid pic.twitter.com/fbD8p0xsu9
ગેંગસ્ટરની સાંઠગાંઠ પર કાર્યવાહી
અગાઉની કાર્યવાહીમાં, NIAએ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) હેઠળ ધરપકડ કરાયેલા તમામ ગેંગસ્ટરોની પૂછપરછ કરી હતી. આ પછી NIAના હાથમાં પાકિસ્તાન-ISI અને ગેંગસ્ટરના ગઠબંધનની ઘણી માહિતી આવી છે. તેના આધારે ફરી એકવાર ગુંડાઓના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
એજન્સીએ અનેક વખત દરોડા પાડ્યા છે
સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એ શોધી રહી છે કે કેવી રીતે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે ગેંગસ્ટરોનો ઉપયોગ કરવામાં આવે છે. NIAના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એજન્સીએ ગેંગસ્ટર-ટેરર ફંડિંગ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ દરોડા પાડ્યા છે. આ પહેલા પણ ગયા વર્ષના અંતમાં દિલ્હી-એનસીઆર સહિત દેશના ઘણા રાજ્યોમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા.