શોધખોળ કરો
Advertisement
નિર્ભયાના દોષિત મુકેશનો ગંભીર આરોપ, કહ્યું- જેલમાં મારું જાતીય શોષણ કરવામાં આવ્યું
નિર્ભયા કેસના 4 દોષિતોમાંથી એક એવા મુકેશ સિંહે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પાસે દયા અરજી મોકલી હતી. 17 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિએ તેની દયા અરજી ફગાવી દીધી હતી.
નવી દિલ્હીઃ દયા અરજી ફગાવી દીધા બાદ નિર્ભયાના દોષિત મુકેશની ફેરવિચાર અરજી પર સુપ્રીમ કોર્ટમાં મંગળવારે સુનાવણી થઈ. જસ્ટિસ આર ભાનુમતી, જસ્ટિસ અસોક ભૂષણ અને જસ્ટિસ એએસ બોપન્નાની બેંચને મુકેશના વકીલ અંજાના પ્રકાશે કહ્યું કે, દયા અરજી ફગાવી દીધા સમયે દિમાગ લગાવવાની જરૂરત હતી. તેના પર બેંચે સવાલ કર્યો કે તમે એ કેવી રીતે કહી શકો કો રાષ્ટ્રપતિએ આવું કરતાં સમયે દિમાગ લગાવ્યું નથી. ત્યાર બાદ અંજા પ્રકાશે દલીલ આપી કે મુકેશ સાથે જેલમાં ખરાબ વર્તન કરવામાં આવ્યું અને તેને મારવામાં આવ્યો. તેનો વિરોધ કરતાં કેન્દ્ર તરફતી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે, આવા જધન્ય અપરાધ કરનાર જેલમાં ખરાબ વર્તન હોવાના આધારે દયાનો હકદાર ન હોઈ શકે.
કોર્ટમાં મુકેશે ધડાકો કર્યો હતો કે તેને નિર્ભયાના અન્ય એક દોષિત અક્ષય સાથે શારીરિક સંબંધો બાંધવા મજબુર કરવામાં આવ્યો હતો. જેલમાં તે મોતથી પણ બદતર જીંદગી જીવી રહ્યો છે. આ ઘટના તિહાડ જેલમાં જ બની હોવાનો મુકેશે દાવો કર્યો છે.
અંજના પ્રકાશે કહ્યું હતું કે, જ્યારે મુકેશ સાથે શારીરિક શોષણ કરવામાં આવ્યું ત્યારે ત્યાં જેલ અધિકારી પણ હાજર હતાં, પરંતુ તેમને કોઈ જ મદદ કરી નહીં. મુકેશના વકીલે આરોપ લગાવ્યો હતો કે, મુકેશને તે સમયે હોસ્પિટલ પણ નહોતો લઈ જવાયો. બાદમાં તેને દીનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. મુકેશની વકીલે કહ્યું હતું કે, મુકેશનો તે મેડિકલ રિપોર્ટ ક્યાં છે?
નોંધનીય છે કે, નિર્ભયા કેસના 4 દોષિતોમાંથી એક એવા મુકેશ સિંહે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પાસે દયા અરજી મોકલી હતી. 17 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિએ તેની દયા અરજી ફગાવી દીધી હતી. તેના પર મુકેશે સુપ્રીમ કોર્ટમાં ન્યાયિક સમીક્ષાની માગ કરી હતી. કોર્ટે આ મામલે પોતાનો નિર્ણય આજે એટલે કે 29 જાન્યુઆરીના રોજ આપશે. ચારેય દોષિતોને 1લી ફેબ્રુઆરીએ સવારે 6 કલાકે જેલમાં ફાંસી આપવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion