શોધખોળ કરો
Advertisement
નિર્ભયા કેસ: આરોપી વિનય શર્માની દયા અરજી દિલ્હી સરકારે ફગાવી, હવે રાષ્ટ્રપતિને મોકલાશે
16 ડિસેમ્બર, 2012ના રોજ દક્ષિણ દિલ્હીના મુનીરકામાં એક પ્રાઈવેટ બસમાં 23 વર્ષની પેરા મેડિકલ વિદ્યાર્થીની સાથે 6 લોકોએ ગેંગ રેપ કર્યો હતો.પીડિતાનું સારવાર દરમિયાન મોત થયું હતું.
નવી દિલ્હી:નિર્ભયા કેસના એક આરોપી વિનય શર્માની દયા અરજી દિલ્હી સરકાર દ્વારા ફગાવી દેવામાં આવી છે અને કેન્દ્રીય ગૃહમંત્રાલયને આપવામાં આવી છે. હવે તેને રાષ્ટ્રપતિ ભવન મોકલાશે. તિહાડ જેલમાં બંધ તમામ આરોપીઓમાંથી વિનય શર્માએ રાષ્ટ્રપતિ સામે દયા અરજી કરી હતી. જેની કોપી દિલ્હી સરકારને મોકલવામાં આવી હતી. દિલ્હી સરકારે વિનય શર્માની કોઈ પણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે.
દયા અરજી ફગાવતા દિલ્હીના ગૃહ મંત્રી સત્યેન્દ્ર જૈને લખ્યું કે, “આ ખુબજ જઘન્ય અપરાધ છે જેમાં અરજદારે ક્રૃરતા કરી છે. આ એવો કેસ છે જેમાં કડક સજા આપવી જરૂરી છે. જેથી અન્ય લોકો પણ આવો ગુનો કરતા પહેલા ડરે. અરજીમાં મેરિટ નથી. અરજી ફગાવવાની ભલામણ કરું છું. ”
આ મામલે અન્ય ત્રણ આરોપી અક્ષય, પવન અને મુકેશે અત્યાર સુધી રાષ્ટ્રપતિ સામે દયા અરજી કરી નથી. એક આરોપી રામસિંહે તિહાડ જેલમાં જ આત્મહત્યા કરી લીધી હતી જ્યારે છઠ્ઠો નાબાલિક દોષી સજા પૂરી કરીને બહાર આવી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, 16 ડિસેમ્બર, 2012ના રોજ દક્ષિણ દિલ્હીના મુનીરકામાં એક પ્રાઈવેટ બસમાં 23 વર્ષની પેરા મેડિકલ વિદ્યાર્થીની સાથે 6 લોકોએ ગેંગ રેપ કર્યો હતો.પીડિતાનું સારવાર દરમિયાન મોત થયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion