શોધખોળ કરો
Advertisement
રિયલ એસ્ટેટ માટે સરકારની મોટી જાહેરાત, 25 હજાર કરોડ રૂપિયા આપવાનો કર્યો નિર્ણય
એલઆઇસી હાઉસિંગ અને એસબીઆઇ તરફથી તેમાં પૈસા નાખવામાં આવશે
નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે રિયલ એસ્ટેટ સેક્ટરને મોટી રાહતની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, દેશભરમાં અટકાયેલા હાઉસિંગ પ્રોજેક્ટ માટે સરકારે 10 હજાર કરોડ રૂપિયાના ફંડ આપવાનો નિર્ણય કર્યો છે. તે સિવાય તેમણે કહ્યુ કે, એલઆઇસી હાઉસિંગ અને એસબીઆઇ તરફથી તેમાં પૈસા નાખવામાં આવશે. કુલ ભંડોણ હાલમાં 25 હજાર કરોડ રૂપિયાનું નક્કી કરવામાં આવ્યું છે.
નિર્મલા સીતારમણે કહ્યું કે, સસ્તા, સરળ શરતો પર ફંડ આપવામાં આવશે. જેનાથી એફોર્ડેબલ અને લો કોસ્ટ હાઉસિંગ પ્રોજેક્ટને ફાયદો મળશે. જે પ્રોજેક્ટ એનપીએ થઇ ગયા છે અથવા એનસીએલટીમાં છે તેમને ફાયદો થશે. કેબિનેટ બેઠક બાદ નાણામંત્રીએ કહ્યું કે, સરકાર, એલઆઇસી અને એસબીઆઇની મદદથી 25000 કરોડ રૂપિયાનું ફંડ બનાવવામાં આવશે. જેનાથી ઘર ખરીદદારોને મદદ મળશે.Union Finance Minister: We've come up with a special window that will be structured as an Alternative Investment Fund which will pool all these investments.Government will infuse Rs 10,000 cr. Government, Life Insurance Corporation & State Bank of India will infuse Rs 25,000 cr. https://t.co/pRIHIvuUS4
— ANI (@ANI) November 6, 2019
નોંધનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, સરકાર અને ભારતીય રિઝર્વ બેન્ક આ ક્ષેત્રની મુશ્કેલીઓના ઉકેલવાની દિશામાં કામ કરી રહ્યા છે. સરકારના મતે દેશમાં લગભગ 1600 હાઉસિંગ પ્રોજેક્ટ અટકી ગયા છે અને 4.58 લાખ ઘર તેમાં ફસાયેલા છે. સીતારમણે કહ્યું કે, છેલ્લા બે મહિનામાં અનેક બેઠકો થઇ જેમાં ઘર ખરીદરારો અને બેન્ક પ્રતિનિધિ પણ સામેલ થયા હતા.Govt of India:Special Window to provide funding to projects that meet following criteria:Net-worth positive; Affordable&middle-income housing project;On-going projects registered with RERA;Reference by existing lender;Will include stressed projects classified as NPA&those in NCLT https://t.co/pRIHIvuUS4
— ANI (@ANI) November 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement