શોધખોળ કરો
Advertisement
નોટબંધીમાં ભારતીય રેલવેએ કરી નવી જાહેરાત, જાણો શું મળશે લાભ
નવી દિલ્લી: નોટબંધી બાદ જનતાને રાહત આપવા માટે સરકાર રોજ નવા-નવા એલાનો કરી રહી છે. આજે રેલવેએ લોકોને નવી રાહત આપી છે. 31 ડિસેમ્બર સુધી IRCTCની વેબસાઈટ પરથી ટિકિટ બુક કરાવતા સર્વિસ ટેક્સ આપવો પડશે નહિ. નોટબંધી બાદ ઓનલાઈન ટ્રાંઝેક્શનને પ્રોત્સાહન આપવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
દેશના સૌથી મોટા રિટેલ સ્ટોર બિગ બઝારમાંથી પણ 2000 રૂપિયા ડેબિટ કાર્ડમાંથી ઉપાડી શકાશે. બિગ બઝારના માલિક કિશોર બિયાનીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.
દેશના દરેક નાના-મોટા શહેરોમાં બિગ બઝારમાં આ સુવિધા મળશે. આ પહેલા પેટ્રોલ પંપ પર ડેબિટ કાર્ડ સ્વાઈપ કરીને 2000 રૂપિયા કાઢવાની સુવિધા આપી હતી.
છેલ્લા બે અઠવાડિયામાં સરકારના સાત મોટા નિર્ણયો
- 500 અને 1000ની જૂની નોટો બંધ કરવામાં આવી
- એટીએમમાંથી રોજ 2.5 હજાર કાઢી શકાશે.
- 2000 રૂપિયા સુધીની જુની નોટો બદલાવી શકાશે.
- બિઝનેસમેન માટે અઠવાડિયામાં 50 હજારની નિકાસ.
- ખેડૂતો માટે અઠવાડિયે 25 હજારની નિકાસ.
- મંડી વેપારીઓ માટે 50 હજારની નિકાસી
- લગ્ન માટે 2.5 લાખ રૂપિયા કાઢી શકાય
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement