(Source: ECI/ABP News/ABP Majha)
Nobel Peace Prize: શું પીએમ નરેન્દ્ર મોદીને મળશે નોબલ શાંતિ પુરસ્કાર ? જાણો કોણે ગણાવ્યા સૌથી મોટા દાવેદાર
Nobel Peace Prize: નોબેલ પ્રાઈઝ કમિટીના ડેપ્યુટી લીડર એસલે તોજેએ પીએમ મોદીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદી નોબેલ શાંતિ પુરસ્કારના સૌથી મોટા દાવેદાર છે.
Nobel Peace Prize: વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. વિશ્વને શાંતિ અને પ્રગતિનો માર્ગ બતાવી ભારતનું નેતૃત્વ કરી રહેલા પીએમ મોદી સમગ્ર વિશ્વમાં દેશનું નામ રોશન કરી રહ્યા છે. નોબેલ પ્રાઈઝ કમિટીના ડેપ્યુટી લીડર એસલે તોજેએ પીએમ મોદીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદી નોબેલ શાંતિ પુરસ્કારના સૌથી મોટા દાવેદાર છે.
નોબેલ પ્રાઈઝ કમિટીની ટીમ નોર્વેથી ભારત પહોંચી છે. આ સમિતિ છે જે શાંતિ પુરસ્કાર વિજેતા નક્કી કરે છે અને સૌથી મોટી વાત એ છે કે આ સમિતિના ડેપ્યુટી લીડરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે પીએમ મોદી જેવા શક્તિશાળી નેતામાં શાંતિ સ્થાપિત કરવાની અદભૂત ક્ષમતા છે. આવી સ્થિતિમાં, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં ભારતીયોને નોબેલ પુરસ્કાર સાથે જોડાયેલા કેટલાક મોટા સમાચાર સાંભળવા મળી શકે છે.
નોબેલ પુરસ્કાર સમિતિના ડેપ્યુટી લીડરે શું કહ્યું?
નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાની ઘોષણા કરવા ભારત આવેલા નોર્વેની નોબેલ પ્રાઈઝ કમિટીના ડેપ્યુટી લીડર એસલે તોજેએ એબીપી ન્યૂઝને જણાવ્યું હતું કે, “અમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે મોટી સંખ્યામાં ભારતીય નોમિનેશન મળી રહ્યા છે. હું આશા રાખું છું કે વિશ્વના દરેક નેતા એ કાર્ય કરશે જે નોબેલ શાંતિ પુરસ્કાર માટે જરૂરી છે.
PM Narendra Modi is the biggest contender for the Nobel Peace Prize. He is continuously working for World peace and also has the ability to restore the World-Peace order. : Deputy leader of Nobel Prize Comittee pic.twitter.com/qlAShMscaP
— Megh Updates 🚨™ (@MeghUpdates) March 15, 2023
મોદીને વિશ્વમાં ગંભીરતાથી લેવામાં આવે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, 'હું મોદીના પ્રયાસોને અનુસરી રહ્યો છું. મોદી જેવા શક્તિશાળી નેતામાં શાંતિ સ્થાપવાની જબરદસ્ત ક્ષમતા છે. પીએમ મોદી ખૂબ જ શક્તિશાળી દેશમાંથી આવે છે, તેમને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે. તેમનામાં અપાર વિશ્વસનીયતા છે. તેઓ આ ભયંકર યુદ્ધને રોકવા માટે તેમની વિશ્વસનીયતા અને તાકાતનો ઉપયોગ કરશે.
પીએમ મોદીની નીતિઓને કારણે ભારત શક્તિશાળી દેશ બની રહ્યો છે
તેઓ આગળ કહે છે, 'પીએમ મોદીએ રશિયા, અમેરિકા અને ચીનના વડાઓ સાથે વાત કરી છે કે ભવિષ્ય શાંતિનું હોવું જોઈએ યુદ્ધનું નહીં. મને ખુશી છે કે મોદી માત્ર ભારતને આગળ લઈ જવાનું કામ નથી કરી રહ્યા પરંતુ તે મુદ્દાઓ પર પણ કામ કરી રહ્યા છે જે વિશ્વમાં શાંતિ માટે મહત્વપૂર્ણ છે. દુનિયાએ ભારત પાસેથી શીખવાની જરૂર છે. ભારત સુપર પાવર બનશે તે નિશ્ચિત છે. પીએમ મોદીની નીતિઓને કારણે ભારત સમૃદ્ધ-શક્તિશાળી દેશ બની રહ્યો છે. જો સૌથી લાયક નેતા પીએમ મોદી નોબેલ શાંતિ પુરસ્કાર જીતે તો તે ઐતિહાસિક હશે.