શોધખોળ કરો

જૂનિયર વિદ્યાર્થીનીને માર્યા થપ્પડ, આપી ગાળો, નોઈડાની યુનિવર્સિટીમાં 'રેગિંગ'નો વીડિયો વાયરલ

વીડિયોમાં જોઈ શકાય છે કે એક સિનિયર વિદ્યાર્થીની તેની જૂનિયર વિદ્યાર્થીનીને વારંવાર માર મારતી જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા વીડિયો વાયરલ થાય છે, પરંતુ કેટલાક વીડિયો ખરેખર આઘાતજનક છે. ગ્રેટર નોઈડાની એક ખાનગી સંસ્થામાંથી આવો જ એક વીડિયો વાયરલ થયો છે. આ વિચલિત કરનારા વીડિયોમાં એક વિદ્યાર્થીની પર ઘણી અન્ય વિદ્યાર્થીનીઓ હુમલો કરતી જોવા મળી રહી છે. આ વીડિયો વાયરલ થતા લોકોમાં આક્રોશ ફેલાયો છે. તેમાં કેટલીક સિનિયર વિદ્યાર્થીનીઓ જૂનિયર વિદ્યાર્થીનીને ગાળો આપતી  અને માર મારતી જોવા મળી રહી છે. તેના પરિવારના સન્માન પર સવાલ ઉઠાવતા અને તેનું અપમાન કરતા પણ જોવા મળી રહી છે. એબીપી અસ્મિતા વાયરલ વીડિયોને લઈને કોઈ પુષ્ટી કરતું નથી. 

વીડિયોમાં જોઈ શકાય છે કે એક સિનિયર વિદ્યાર્થીની તેની જૂનિયર વિદ્યાર્થીનીને વારંવાર માર મારતી જોવા મળી રહી છે. દરમિયાન અન્ય વિદ્યાર્થીનીઓ આ બધુ જોઈ રહી છે.  પીડિતા મદદ માટે બૂમો પાડવા અને વારંવાર ઇનકાર કરવા છતાં હુમલો કરવામાં આવી રહ્યો છે. ઘણા ઇન્ટરનેટ યુઝર્સનું કહેવું છે કે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જૂનિયર વિદ્યાર્થીનીઓ પર કેટલીક અજાણતા "ભૂલો" માટે માફી માંગવા માટે દબાણ કરવામાં આવે છે અને ડરનો માહોલ પેદા કરાય છે. 

વીડિયો પર પોલીસનો જવાબ

ગ્રેટર નોઈડાના ડીસીપીએ એક નિવેદનમાં પુષ્ટી કરી હતી કે વીડિયો વાયરલ થયા બાદ દાદરી પોલીસ સ્ટેશને ઘટનાની તપાસ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના લગભગ દસથી બાર દિવસ પહેલા એક ખાનગી યુનિવર્સિટીના કેમ્પસમાં બની હતી. "તપાસ બાદ જાણવા મળ્યું કે આ વીડિયો દસથી બાર દિવસ પહેલા શૂટ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટી વહીવટીતંત્રે આ મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરી છે અને સંબંધિત વ્યક્તિ સામે યોગ્ય શિસ્તભંગના પગલાં લેવામાં આવી રહ્યા છે." જ્યારે મોટાભાગના યુઝર્સે સિનિયર્સની તાત્કાલિક ધરપકડ અને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી ત્યારે આપણી શિક્ષણ પ્રણાલીની નિષ્ફળતા અંગે પણ એક અલગ ચર્ચા શરૂ થઈ હતી.

યુનિવર્સિટી પ્રશાસને આ બાબતને બે વિદ્યાર્થીનીઓ વચ્ચેનો વ્યક્તિગત વિવાદ ગણાવ્યો છે, રેગિંગનો કેસ નહીં. રજિસ્ટ્રાર અજય કુમાર યાદવે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં તે વ્યક્તિગત વિવાદ હોવાનું જાણવા મળ્યું છે અને આરોપી વિદ્યાર્થીને તાત્કાલિક અસરથી કાઢી મૂકવામાં આવી છે. વિગતવાર તપાસ ચાલી રહી છે.

ટોપ સ્ટોરી

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
આ સરકારી બેંક વેચાઈ જશે! મોદી સરકારે આપી મંજૂરી, કેનેડિયન કંપની 52,878 કરોડમાં ખરીદશે
આ સરકારી બેંક વેચાઈ જશે! મોદી સરકારે આપી મંજૂરી, કેનેડિયન કંપની 52,878 કરોડમાં ખરીદશે
મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો
મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
Embed widget