શોધખોળ કરો
Advertisement
રેલવેના નોન ગેઝેટેડ કર્મચારીઓને આ વર્ષે પણ મળશે બોનસ? રેલવે બોર્ડે શું કર્યો ખુલાસો, જાણો વિગત
દર વર્ષે દશેરા પહેલા લાખો રેલ કર્મચારીઓના ખાતામાં બોનસ આવી જાય છે.
નવી દિલ્હીઃ કોરોના કાલમાં દેશના અર્થતંત્ર પર અસર પડી છે. પરંતુ આ દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા રેલ મંત્રાલયના ઓર્ડર લેટરે લાખો રેલ કર્મીઓને ઉત્પાદનના આધારે બોનસની આશા જન્માવી છે. આ લેટરમાં દેશભરમાં રેલકર્મીઓને 78 દિવસનું બોનસ આપવાની વાત કરવામાં આવી છે. બાદમાં રેલવેએ સાચું કારણ જણાવીને પત્રને પૂરી રીતે બોગસ ગણાવ્યો હતો. આ અંગે રેલવે બોર્ડના તમામ મંડળોએ મેસેજ મોકલીને સ્પષ્ટીકરણ પણ કર્યુ છે.
દર વર્ષે દશેરા પહેલા લાખો રેલ કર્મચારીઓના ખાતામાં બોનસ આવી જાય છે. કર્મીઓને 78 દિવસનું બોનસ આપવામાં આવે છે. એક કર્મચારીના ખાતામાં આશરે 17,951 રૂપિયા આવે છે. ગત વર્ષે નાણા મંત્રાલય અને રેલ મંત્રાલયની મંજૂરી મળ્યા બાદ આશરે સાડા અગિયાર લાખ રેલ કર્મચારીઓને બોનસ આપવામાં આવ્યું હતું. ગ્રુપ સી અને ડીના રેલકર્મીઓને 78 દિવસનું 17,951 રૂપિયા ઉત્પાદનના આધારે બોનસ આપવામાં આવ્યું હતું.
કોરોના કાળમાં ઘણા દિવસો સુધી ટ્રેનના પૈડાં થંભી ગયા હતા. સંકટની ઘડીમાંથી બહાર નીકળવા રેલવેએ તેના ઓફિસરોને ખર્ચ ઘટાડવાનો આદેશ કર્યો હતો. કર્મચારીઓને કામ ન હોવા છતાં પગાર આપવો પડ્યો હતો. આ બધી પરિસ્થિતિ જોતાં કર્મચારીઓને ચાલુ વર્ષે કેટલુ બોનસ આપવામાં આવશે કે પઠી વચ્ચેનો રસ્તો કાઢવામાં આવશે તેને લઈ સ્થિતિ સ્પષ્ટ નથી થઈ. રેલવે કર્મચારીઓને મોંઘવારી ભથ્થું જાન્યુઆરી, 2020થી મળી રહ્યું નથી. આ દરમિયાન કેટલાક ટિખળખોરોએ રેલવેના ગત વર્ષની બોનસ કોપીમાં થોડો બદલાવ કરીને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી.
ઓલ ઈન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના મહામંત્રી શિવગોપાલ મિશ્રાએ ટ્વિટ કરીને જણાવ્યું કે, આ પત્ર બોગસ છે. તેના પર ધ્યાન આપવાની જરૂર નથી. બોનસ અંગે જેવો કોઈ ફેંસલો લેવામાં આવશે તેની જાણકારી રેલ કર્મચારીઓને આપવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
સુરત
બિઝનેસ
Advertisement