શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અંબાણી નહીં પ્રેમજી બન્યા એશિયાના સૌથી મોટા દાનવીર, જાણો કેટલી સંપત્તિનું કર્યુ દાન
ફોર્બ્સ ઈન્ડિયા રિચ લિસ્ટ 2019 મુજબ, દાનના કારણે પ્રેમજી પાસે હવે 7.2 અબજ ડોલરની સંપત્તિ રહી ગઈ છે. જ્યારે 2018માં તેમની પાસે 21 અબજ ડોલરની સંપત્તિ હતી. તેઓ ધનિકોની યાદીમાં બીજા નંબરથી ગબડીને 17માં નંબર પર પહોંચી ગયા છે.
નવી દિલ્હીઃ ભારતની દિગ્ગજ બિઝનેસમેન અઝીમ પ્રેમજી એશિયાના સૌથી મોટા દાનવીર બન્યા છે. ટેક કંપની વિપ્રોના 7.6 અબજ ડોલરના શેર અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન દ્વારા પરોપકારમાં લગાવી દેનારા અઝીમ પ્રેમજી ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલા એશિયાના 30 સૌથી દાનવીરોની યાદીમાં ટોચ પર છે.
આ યાદીમાં એશિયાના અબજોપતિઓ, ઉદ્યોગ સાહસિકો, સેલિબ્રિટીઝને સામેલ કરવામાં આવ્યા છે. 5 દાયકાના લાબા કરિયર બાદ વિપ્રોના એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી જુલાઈમાં રિટાયર થયેલા પ્રેમજીનું કહેવું હતું કે તેઓ હવે પરોપકાર પર જ ફોક્સ કરશે.
ફોર્બ્સ ઈન્ડિયા રિચ લિસ્ટ 2019 મુજબ, દાનના કારણે પ્રેમજી પાસે હવે 7.2 અબજ ડોલરની સંપત્તિ રહી ગઈ છે. જ્યારે 2018માં તેમની પાસે 21 અબજ ડોલરની સંપત્તિ હતી. તેઓ ધનિકોની યાદીમાં બીજા નંબરથી ગબડીને 17માં નંબર પર પહોંચી ગયા છે. ગિવિંગ પ્લેઝ પર સૌથી પહેલી સહી કરનારા પ્રેમજી તેમના જીવનમાં કુલ 21 અબજ ડોલર દાન કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion