શોધખોળ કરો
Advertisement
દેશના 22 શહેરોના એરપોર્ટ પર ફરી શરૂ થશે Olaની કેબ સર્વિસ
દેશના 22 શહેરોના એરપોર્ટ પર ઓલા ફરી પોતાની સર્વિસ શરૂ કરવા જઈ રહ્યું છે. એરપોર્ટ પર ઉતરનારા મુસાફરો હવે સરળતાથી ઓલા કેબ બુક કરી શકશે.
નવી દિલ્હી: દેશના 22 શહેરોના એરપોર્ટ પર ઓલા ફરી પોતાની સર્વિસ શરૂ કરવા જઈ રહ્યું છે. એરપોર્ટ પર ઉતરનારા મુસાફરો હવે સરળતાથી ઓલા કેબ બુક કરી શકશે. કેબ સર્વિસ કંપનીએ કહ્યું મુસાફરોની સુરક્ષા અમારી પ્રાથમિક્તા હશે. દિલ્હી, મુંબઈ, બેંગલુરૂ અને હૈદરાબાદ સહિત અન્ય રાજ્યના એરપોર્ટ પર ઓલા કેબ દોડતી જોવા મળશે.
કોરોના વાયરસના કારણે દેશમાં લાગૂ લોકડાઉનના કારણે કેબ સેવાઓ પર રોક લગાવવામાં આવી હતી. પરંતુ હવે અલગ-અલગ રાજ્યો લોકડાઉનના ચોથા તબક્કાની જાહેરાત બાદ કેબ સેવાઓ શરૂ કરવાની ગાઈડલાઈન જાહેર કરી હતી. જેને લઈને ઓલાએ હવે પોતાની સેવાઓ ફરી શરૂ કરવા માટે નિર્ણય કર્યો છે.
એરપોર્ટ પરથી બહાર નિકળતા સામાન્ય દિવસોમાં મુસાફરોને કેબની સુવિધા સરળતાથી મળી જાતી હતી પરંતુ લોકડાઉનના કારણે સ્થિત બદલાઈ છે. એરપોર્ટ પર ઓલા કેબ સર્વિસ શરૂ થવાના કારણે મુસાફરોને રાહત મળશે. ઉલ્લેખનીય છે કે દેશમાં 25 મેથી ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement