શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના સામે જંગઃ PMOના આદેશ પર કેન્દ્ર સરકારના મંત્રીઓએ ઓફિસ પહોંચીને શરૂ કર્યુ કામકાજ, જાણો વિગતે
પીએમઓ તરફથી સંયુક્ત સચિવથી ઉપરના સ્તરના તમામ અધિકારીઓને ઓફિસે જવા કહેવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે દેશભરમાં લાગુ કરવામાં આવેલું લોકડાઉન ખતમ થવાના એક દિવસ પહેલા જ મોદી સરકારના અનેક મંત્રીઓએ આજે ઓફિસમાં આવીને કામકાજ શરૂ કરી દીધું છે. પ્રદાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા તમામ મંત્રીઓને સોમવારથી ઓફિસે હાજર થવા જણાવવામાં આવ્યું હતું. આ પહેલા મોટાભાગના મંત્રી ઘરેથી કામ કરતા હતા.
આજે ખેલ અને યુવા બાબતોના મંત્રી કિરણ રિજ્જુ ઓફિસ પહોંચ્યા હતા. જ્યાં તેમમે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું, માત્ર અધિકારીઓ અને જરૂરી સ્ટાફ જ આજથી ઓફિસે આવશે. અમે કોરોનાવાયરસ સાથે સંકળાયેલા તમામ દિશા-નિર્દેશોનું પાલન કરીશું.
દેશમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવાના પડકાર વચ્ચે કેન્દ્ર સરકાર હવે જાન જી-જહાન જી રણનીતિ અંતર્ગત સરકારી કામકાજને પાટા પર લાવવાની કવાયતમાં લાગ્યું છે. પીએમઓ તરફથી કેન્દ્ર સરકારના તમામ મંત્રીઓને સોમવારથી તેમના કાર્યાલયમાં હાજર થવા જણાવાયું હતું. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટેસિંગનું ધ્યાન રાખવા પણ જણાવ્યું છે.
પીએમઓ તરફથી સંયુક્ત સચિવથી ઉપરના સ્તરના તમામ અધિકારીઓને ઓફિસે જવા કહેવામાં આવ્યું છે. નીચલા સ્તરના કર્મચારીઓ રોટેશન પર બોલાવવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion