શોધખોળ કરો

હિંદુ હોય કે મુસલમાન, તમામ ધર્મો માટે છે એક બંધારણ, વકફ પર નવા કાયદાથી મળશે મજબૂતીઃ બાબા રામદેવ

વકફ પર નવા કાયદાઓ બનવાથી આ વ્યવસ્થા વધુ મજબૂત બનશે.

Baba Ramdev News: યોગ ગુરુ બાબા રામદેવે આજે ઉત્તરાખંડના હરિદ્વારમાં આયોજિત એક કાર્યક્રમમાં વકફ (સુધારા) બિલ અંગે મોટું નિવેદન આપ્યું હતું. બાબા રામદેવે કહ્યું હતું કે ભારતમાં હિન્દુઓ, મુસ્લિમો, શીખો, ખ્રિસ્તીઓ, જૈનો અને બૌદ્ધો તમામ માટે સમાન રીતે એક જ બંધારણ છે, એટલે કે બધા માટે એક જ કાનૂની વ્યવસ્થા છે. વકફ પર નવા કાયદાઓ બનવાથી આ વ્યવસ્થા વધુ મજબૂત બનશે. રામનવમી નિમિત્તે દિવ્ય યોગ મંદિર (ટ્રસ્ટ), કૃપાલુ બાગ આશ્રમ અને દિવ્ય યોગ મંદિર રામમુલખ દરબારનું વિલિનિકરણ થયું હતું. દિવ્ય યોગ મંદિર રામ મુલખ દરબારે પતંજલિ યોગપીઠમાં પોતાનું વિલીન થઈ ગયું છે. આ કાર્યક્રમ દરમિયાન બાબા રામદેવે પત્રકારોના સવાલ પર આ વાત કરી હતી.

વકફ કાયદા પર એક સવાલનો જવાબ આપતા સ્વામી રામદેવે કહ્યું હતું કે, "સમગ્ર ભારતમાં હિન્દુઓ, મુસ્લિમો, શીખો, ખ્રિસ્તીઓ, જૈનો અને બૌદ્ધો તમામ માટે સમાન રીતે એક બંધારણ છે. વકફ કાયદો બનવાથી આ વ્યવસ્થાને મજબૂતી મળશે. જો વકફ કાયદો નહીં બને તો દેશભરમાં વિવિધ સમુદાયના લોકો અલગ અલગ બોર્ડ બનાવવાની માંગ કરતા રહેશે. તેમણે કહ્યું કે કેટલાક રાજકીય પક્ષો વકફ કાયદાનો વિરોધ મતોની રાજનીતિ માટે કરી રહ્યા છે. સ્વામી રામદેવે ઉત્તરાખંડ સરકાર દ્વારા ગામોનું નામ બદલવાનું પણ સમર્થન કર્યું હતું.

મુસ્લિમો પણ જાણે છે કે રામ તેમના પૂર્વજ છે - બાબા રામદેવ

પશ્ચિમ બંગાળમાં રામ નવમીની શોભાયાત્રા પરનો પ્રતિબંધ હટાવવાના મુદ્દા પર સ્વામી રામદેવે કહ્યું હતું કે, આ પ્રકારના પ્રતિબંધો રાજનીતિથી પ્રેરિત થઇને વોટ બેન્કના ધ્રુવીકરણ માટે લાદવામાં આવે છે. રામનવમી, જન્માષ્ટમી અને ઈદ જેવા ધાર્મિક તહેવારો પર કોઈ પ્રતિબંધ ન હોવો જોઈએ. ભારત સનાતનનો દેશ છે, રામ, કૃષ્ણ, હનુમાન, શિવનો દેશ છે. આમાં દરેક માટે આદર છે. કોઈએ કોઈને નફરત ન કરવી જોઈએ. હિન્દુત્વ કોઈને નફરત કરતું નથી. મુસ્લિમો પણ પોતાના ઇમાન, ધર્મમાં માને છે પરંતુ તેઓ પણ જાણે છે કે રામ તેમના પૂર્વજ પણ છે."

વિલયને લઇને સ્વામી રામદેવે કહ્યું કે 30 વર્ષ પહેલાં અમે સંન્યાસ લીધા પછી અમારી સંસ્થાનું નામ દિવ્ય યોગ મંદિર (ટ્રસ્ટ) રાખ્યું હતું. બાદમાં અમને જાણવા મળ્યું કે યોગેશ્વર સ્વામી રામ લાલજીની સંસ્થા દિવ્ય યોગ મંદિર રામમુલખ દરબાર પહેલાથી જ અસ્તિત્વમાં છે. એ અદભૂત સંયોગ છે કે આજે બંને સંસ્થાઓ એક થઈ ગઈ છે. યોગની પરંપરાને અકબંધ રાખવા માટે યોગાચાર્ય સ્વામી લાલ મહારાજે આ આહુતિ રામ નવમીના શુભ અવસર પર પતંજલિ યોગપીઠને અર્પિત કરી છે.

યોગ પર રામદેવ જેવું કામ કોઈ કરી શકશે નહીં - સ્વામી લાલ મહારાજ

કાર્યક્રમમાં પતંજલિ યોગપીઠના મહામંત્રી આચાર્ય બાલકૃષ્ણએ તમામ દેશવાસીઓને રામ નવમીની શુભેચ્છા પાઠવતા કહ્યું કે ભગવાન રામ આપણા જીવનમાં, ઉર્જામાં, સેવા કાર્યોમાં અને ભાવનાઓમાં જાગૃત થાય જેથી આપણે પરસ્પર સુમેળ સાથે એક થઈને રાષ્ટ્ર સેવા અને સર્જનનું કાર્ય કરી શકીએ. યોગાચાર્ય સ્વામી લાલ મહારાજે કહ્યું કે સ્વામી રામદેવજી મહારાજે યોગને ઘરે ઘરે પ્રતિષ્ઠિત કરવા માટે જે કાર્ય કર્યું છે તે પહેલાં ક્યારેય કોઈએ કર્યું નથી અને ભવિષ્યમાં પણ કોઈ કરી શકશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
Embed widget