શોધખોળ કરો
Advertisement
લો હવે ડુંગળી પર ત્રાટક્યા ચોરો, મુંબઈમાં 168 કિલો કાંદાની ચોરી કરી વેપારીઓને ચોધાર આંસુએ રડાવ્યા
જાહેર માર્ગ પર આવેલી આ દુકાનમાં 22 બોરી ડુંગળી હતી. આ વાતનો લાભ લઈ 2 ચોરોએ 112 કિલો ડુંગળીની ચોરી કરી હતી.
મુંબઈઃ ડુંગળની કિંમત એટલી વધી ગઈ છે કે હવે તેની ચોરી થવાના અહેવાલો આવી રહ્યા છે. આવી જ એક ઘટના મુંબમાં સામે આવી છે, જ્યાં ચોરોએ 168 કિલો ડુંગળી પર હાથ સાફ કર્યો છે. ઘટના મુંબઈના ડોંગરી બજારની છે. બે શાકભાજી વેન્ડરએ કેસ નોંધાવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, તેમણે સવારે જ્યારે પોતાની દુકાન ખોલી તો ડુંગળીની બોરીઓ ગાયબ હતી. આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ પણ કરી છે.
જાહેર માર્ગ પર આવેલી આ દુકાનમાં 22 બોરી ડુંગળી હતી. આ વાતનો લાભ લઈ 2 ચોરોએ 112 કિલો ડુંગળીની ચોરી કરી હતી, જેની આજની તારીખમાં કિંમત જોઈએ તો તે 13,440 રૂપિયા જેટલી થાય. આ બંનેએ બાજુની દુકાનમાંથી પણ 56 કિલો ડુંગળીની ચોરી કરી હતી. કુલ મળીને બંનેએ 21,660 રુપિયાની ડુંગળીની ચોરી કરી હતી. ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ અંગે ડોંગરી પોલીસને ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે પોલીસે સીસીટીવીની મદદથી બંને ચોરની ધરપકડ કરી છે.
#WATCH Maharashtra: Police have arrested two men for stealing onions worth Rs 21,160 from two shops on December 5 in Dongri area of Mumbai. (CCTV footage) pic.twitter.com/keNxjbkFQ5
— ANI (@ANI) December 11, 2019
તો આવી જ એક ઘટના મધ્યપ્રદેશના શિવપુરીમાં પણ ઘટી છે જ્યાં ટ્રકમાં લદાયેલી 20 લાખ રૂપિયાની ડુંગળીની ચોરીની ઘટના ઘટી છે. નાસિકના વેપારી પોતાની ડુંગળીનો માલ ગોરખપુર લઈ જઈ રહ્યાં હતા ત્યારે શિવપુરી પાસે ટ્રકમાંથી ડુંગળી ગાયબ થઈ ગઈ હતી. આ મામલે હાલ તપાસ ચાલી રહી છે.Two accused arrested by Mumbai Police in connection with the theft of 168 kg onions valued around Rs 20,160, from two stalls in Dongri Market, on the intervening night of 5th & 6th December. pic.twitter.com/6kWHFbMY4u
— ANI (@ANI) December 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement