એરસ્ટ્રાઇક બાદ દેશભરમાં એલર્ટ, ઈન્ડિગો અને એર ઈન્ડિયાએ રદ્દ કરી અનેક ફ્લાઇટ
Operation Sindoor: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે મંગળવારે મોડી રાત્રે આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું.

Operation Sindoor: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે મંગળવારે મોડી રાત્રે આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું. આ ઓપરેશન હેઠળ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. આ પછી સાવચેતીના પગલા તરીકે શ્રીનગર એરપોર્ટને સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત એર ઇન્ડિયાએ જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન, ચંડીગઢ અને પંજાબની ઘણી ફ્લાઇટ્સ બપોરે 12 વાગ્યા સુધી રદ કરી છે.
#6ETravelAdvisory: The following sectors are impacted due to the prevailing situation. Please check your flight status https://t.co/ll3K8PwtRV. In case of cancellation, visit https://t.co/51Q3oUe0lP to rebook or claim a refund. pic.twitter.com/BVEN2Jgghb
— IndiGo (@IndiGo6E) May 7, 2025
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલો કર્યા બાદ સાવચેતીના પગલા તરીકે શ્રીનગર એરપોર્ટ નાગરિકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ત્રણેય દળોએ સાથે મળીને ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું.
#6ETravelAdvisory: Due to changing airspace conditions in the region, our flights to and from #Srinagar, #Jammu, #Amritsar, #Leh, #Chandigarh and #Dharamshala are impacted. We request you to check your flight status at https://t.co/CjwsVzFov0 before reaching the airport.
— IndiGo (@IndiGo6E) May 6, 2025
બપોરે 12 વાગ્યા સુધી ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી
એર ઇન્ડિયાએ એક સલાહકાર જાહેર કરીને કહ્યું હતું કે, 'વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એર ઇન્ડિયાએ 7 મેના રોજ બપોરે 12 વાગ્યા સુધી જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ભૂજ, જામનગર, ચંડીગઢ અને રાજકોટની બધી ફ્લાઇટ્સ આગામી આદેશ સુધી રદ કરી દીધી છે.'
#TravelAdvisory
— Air India (@airindia) May 6, 2025
In view of the prevailing situation, Air India has cancelled all its flights to and from the following stations – Jammu, Srinagar, Leh, Jodhpur, Amritsar, Bhuj, Jamnagar, Chandigarh and Rajkot – till 12 noon on 7 May, pending further updates from authorities.…
એરલાઇન કંપનીએ જણાવ્યું હતું કે અમૃતસર જતી બે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ દિલ્હી મોકલવામાં આવી રહી છે. આ અણધાર્યા વિક્ષેપને કારણે થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.
ઈન્ડિગોએ એડવાઈઝરી જાહેર કરી
દરમિયાન ઇન્ડિગોએ તેના મુસાફરો માટે એક એડવાઇઝરી જાહેર કરી છે અને મુસાફરોને તેમની મુસાફરી શરૂ કરતા પહેલા ફ્લાઇટ સંબંધિત માહિતી એકત્રિત કરવા વિનંતી કરી છે. ઇન્ડિગોએ એક એડવાઇઝરી જાહેર કરીને એક્સ પર લખ્યું હતું કે, 'આ વિસ્તારમાં બદલાતી એરસ્પેસ સ્થિતિને કારણે શ્રીનગર, જમ્મુ, અમૃતસર, લેહ, ચંડીગઢ અને ધર્મશાળા જતી અને આવતી અમારી ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. હાલના હવાઈ ક્ષેત્રના પ્રતિબંધોથી બિકાનેર જતી અને આવતી ફ્લાઇટ્સ પણ પ્રભાવિત થઈ છે.





















