શોધખોળ કરો

Operation Sindoor: ભારતનું 'ઑપરેશન સિંદૂર' ભારતીય સેના 10 વાગ્યે કરશે પત્રકાર પરિષદ, જાણો અપડેટ્સ

Operation Sindoor: પહલગામ હુમલાનો બદલો લેતા ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ 9 આતંકી અડ્ડા પર હુમલો કર્યાં છે. ભારતીય સેના આજે સવારે 10 વાગ્યે ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સ કરશે.

Operation Sindoor:પહેલગામ હુમલાના 15 દિવસ પછી, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. બુધવારે રાત્રે 1.30 વાગ્યે બહાવલપુર, મુરીદકે, બાગ, કોટલી અને મુઝફ્ફરાબાદમાં 'ઓપરેશન સિંદૂર' હેઠળ હુમલા કરવામાં આવ્યા હતા. આ વિશે ભારતીય સેના 10 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપશે.

આ એ જ સ્થળો છે જ્યાંથી ભારત પર આતંકવાદી હુમલાઓનું આયોજન અને અમલ કરવામાં આવી રહ્યો હતો. પાકિસ્તાનના સ્થાનિક અહેવાલો અનુસાર, બહાવલપુરમાં હવાઈ હુમલા બાદ 30 લોકો માર્યા ગયા છે. સમાચાર એજન્સી ANI અનુસાર, જૈશ-એ-મોહમ્મદના 4, લશ્કર-એ-તૈયબાના 3 અને હિઝબુલ મુજાહિદ્દીનના 2 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.

પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના ડિરેક્ટર લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્યું હતું કે, ભારતે 24 મિસાઇલો છોડી હતી. સમાચાર એજન્સી ANI એ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે પીએમ મોદી આખી રાત ઓપરેશન સિંદૂર પર નજર રાખતા રહ્યા.

ભારતે કહ્યું- પાકિસ્તાની લશ્કરી કેમ્પને  નિશાન બનાવવામાં આવ્યો ન હતો.  પાકિસ્તાની લશ્કરી ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યો છે.  આતંકવાદીઓના ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યું છે. બીજી તરફ, સૂત્રોએ સમાચાર એજન્સી ANI ને જણાવ્યું હતું કે, આ એક સંયુક્ત લશ્કરી કાર્યવાહી હતી, જેમાં ભારતીય સેના અને વાયુસેનાએ સાથે મળીને પ્રિસિઝન સ્ટ્રાઈક હથિયારોનો ઉપયોગ કર્યો હતો.

સમાચાર એજન્સી ANI એ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે ભારતીય સેનાએ પહેલગામ આતંકવાદી હુમલા માટે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરના ઠેકાણાઓને નિશાન બનાવવાના હેતુથી લક્ષ્યો પસંદ કર્યા હતા.

પાકિસ્તાની મીડિયા અને પાકિસ્તાની સરકારે હુમલા અંગે 3 અલગ અલગ નિવેદનો આપ્યા છે.

પહેલું: પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે જિયો ટીવીને જણાવ્યું હતું કે ભારતે પોતાના હવાઈ ક્ષેત્રથી પાકિસ્તાન પર મિસાઇલ હુમલા કર્યા હતા, જે સીધા નાગરિક વિસ્તારો પર પડ્યા હતા.

બીજું: પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો છે કે, હુમલા દરમિયાન પાકિસ્તાની સેનાએ 5 ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડ્યા છે. મસ્જિદોને પણ નિશાન બનાવવામાં આવી છે. પાકિસ્તાને LoC નજીક ભારતીય ચેકપોસ્ટનો નાશ કર્યો છે.

ત્રીજું: પાકિસ્તાને સવારે 5 વાગ્યા સુધી ભારતીય હવાઈ હુમલાના સ્થાન અને મૃત્યુઆંક અંગે વિવિધ દાવા કર્યા. અગાઉ, સવારે 2 વાગ્યે, કહેવામાં આવ્યું હતું કે 5 સ્થળોએ હુમલા થયા છે. આમાં 3 લોકોના મોત થયા. ત્રણ કલાક પછી, સવારે 5 વાગ્યે, ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના ડિરેક્ટર અહેમદ શરીફ ચૌધરીએ કહ્યું, 'અત્યાર સુધી, ભારતીય હવાઈ હુમલામાં 8 નાગરિકો માર્યા ગયા છે અને 35 ઘાયલ થયા છે.' આ ઉપરાંત 2 લોકો પણ ગુમ છે. તેમણે કહ્યું કે ભારતે 6 અલગ અલગ વિસ્તારોમાં કુલ 24 મિસાઇલો છોડ્યા. પીઓકે અને પાકિસ્તાનમાં રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

14 રાજ્યોમાં NEET પેપર લીક કૌભાંડ: CBIની તપાસ શરૂ, જાણો 10 મુદ્દામાં આખો ઘટનાક્રમ
14 રાજ્યોમાં NEET પેપર લીક કૌભાંડ: CBIની તપાસ શરૂ, જાણો 10 મુદ્દામાં આખો ઘટનાક્રમ
આવતીકાલનું હવામાનઃ દેશના 15 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને તોફાનની IMDની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ દેશના 15 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને તોફાનની IMDની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
દેશમાં ચોમાસું સમય કરતા વહેલું આવશે, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં 7 દિવસમાં જ આ જગ્યાએ એન્ટ્રીની શક્યતા
દેશમાં ચોમાસું સમય કરતા વહેલું આવશે, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં 7 દિવસમાં જ આ જગ્યાએ એન્ટ્રીની શક્યતા
NEET Paper Leak: સુપર-30 વાળા આનંદકુમારનું મોટું નિવેદન, 'વિદ્યાર્થીઓનો વિશ્વાસ શિક્ષણ-વ્યવસ્થા પર...'
NEET Paper Leak: સુપર-30 વાળા આનંદકુમારનું મોટું નિવેદન, 'વિદ્યાર્થીઓનો વિશ્વાસ શિક્ષણ-વ્યવસ્થા પર...'

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 15 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને તોફાનની IMDની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ દેશના 15 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને તોફાનની IMDની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
14 રાજ્યોમાં NEET પેપર લીક કૌભાંડ: CBIની તપાસ શરૂ, જાણો 10 મુદ્દામાં આખો ઘટનાક્રમ
14 રાજ્યોમાં NEET પેપર લીક કૌભાંડ: CBIની તપાસ શરૂ, જાણો 10 મુદ્દામાં આખો ઘટનાક્રમ
મોંઘવારી સાતમા આસમાને: છૂટક ફુગાવો 15 મહિનાની ટોચે 3.48% પર પહોંચતા સામાન્ય ઘરનું બજેટ ખોરવાયું
મોંઘવારી સાતમા આસમાને: છૂટક ફુગાવો 15 મહિનાની ટોચે 3.48% પર પહોંચતા સામાન્ય ઘરનું બજેટ ખોરવાયું
આ સરકારી બાબુઓની જશે નોકરી, ગુજરાત સરકારે વિભાગો પાસે લિસ્ટ મંગાવ્યું, વર્ગ 1 થી 4 ના તમામ કર્મચારીઓ રડારમાં!
આ સરકારી બાબુઓની જશે નોકરી, ગુજરાત સરકારે વિભાગો પાસે લિસ્ટ મંગાવ્યું, વર્ગ 1 થી 4 ના તમામ કર્મચારીઓ રડારમાં!
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
Embed widget